બે બાળકોના પિતાએ 2 લાખ રૂપિયાની લોન લીધી અને રૂપિયા IPL સટ્ટામાં નાખ્યા, પૈસા ડૂબી જતા યુવાને બાથરૂમમાં ગળાફાંસો ખાઇ લીધો…

Published on: 4:49 pm, Sat, 28 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિએ લોન લઈને IPLમાં સટ્ટો રમાયો હતો. સટ્ટોમાં આ વ્યક્તિના તમામ રૂપિયા ડૂબી ગયા હતા. ત્યાર પછી લોનની વસુલાત કરનાર લોકોએ લોન લેનાર યુવકને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.

છેવટે આ તમામ લોકોથી કંટાળીને યુવકે બાથરૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર આ ચોંકાવનારી ઘટના અલવરમાં બની હતી. અહીં પાનની દુકાન પર કામ કરતા 45 વર્ષીય રાકેશ ખંડેલવાલ નામના વ્યક્તિએ આધાર કાર્ડ દ્વારા એક ખાનગી કંપની પાસેથી લગભગ 2 લાખ રૂપિયાની લોન લીધી હતી.

ત્યારબાદ રાકેશ આ 2 લાખ રૂપિયા IPL સટ્ટામાં લગાવી દીધા હતા. IPL સટ્ટામાં રાકેશ પોતાના તમામ રૂપિયા ગુમાવી દીધા હતા. ત્યારબાદ લોનની વસુલાત કરવા માટે લોકો રાકેશના ઘરે આવવા લાગ્યા હતા. રાકેશને બે બાળકો છે જેમાં એક પાંચ વર્ષની દીકરી અને એક ચાર વર્ષનો દીકરો છે.

મળતી માહિતી અનુસાર લોનની વસુલાત કરવા આવતા લોકો રાકેશનો જીવ લેવાની દાદાગીરી બતાવતા હતા. તે લોકો રાકેશને કહેતા હતા કે, જો તું લોનની રકમ નહીં ચૂકવી તો તારો જીવ લઈ લઈશું. એટલું જ નહીં પરંતુ લોનની વસુલાત કરવા આવતા લોકો રાકેશના પરિવારને પણ પરેશાન કરતા હતા.

છેવટે આ લોકોથી કંટાળીને શુક્રવારના રોજ સવારે રાકેશે બાથરૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે રાકેશના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે રાકેશની પત્ની પિયર ગઈ હતી. બાળકો પણ સાથે ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે બાળકોના પિતાએ 2 લાખ રૂપિયાની લોન લીધી અને રૂપિયા IPL સટ્ટામાં નાખ્યા, પૈસા ડૂબી જતા યુવાને બાથરૂમમાં ગળાફાંસો ખાઇ લીધો…"

Leave a comment

Your email address will not be published.


*