રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી જામનગરમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
અને જામનગરમાં ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અત્યાર સુધીમાં ભારે વરસાદના કારણે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી અનુસાર બેડના લાપતા બનેલા બે માછીમારો સહિત આજરોજ કુલ ત્રણ વ્યક્તિઓના રોજી બંદર પાસેથી મૃતદેહ મળી આવ્યા છે.
ગુજરાતમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ અને રાજકોટ માં વરસાદ ના કારણે ખૂબ જ કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ભારે વરસાદના કારણે સાત લોકોના મૃત્યુ થયા છે. તેવા સમાચાર સામે આવ્યા છે.
આ ઉપરાંત બે દિવસ પહેલા રાજકોટમાં ભારે વરસાદના કારણે એક i20 કાર તણાઈ ગઈ હતી. તે કાર પણ ગઈ કાલે મળી આવી હતી અને કારમાંથી એક વ્યક્તિનું મૃતદેહ પણ મળી આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment