નવી દિલ્હીમાં તારીખ 18 ના રોજ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ રહી ચૂકેલા અને હાલ મેઘાલયના ગવર્નર તરીકે ફરજ બજાવી રહેલા સત્યપાલ મલિક સતત વિવાદાસ્પદનિવેદન કરી રહ્યા છે. હાલમાં જ કશ્મીરને લઈને તેઓએ જણાવ્યું હતું કે હું જ્યારે રાજ્યપાલ હતો ત્યારે કાશ્મીરમાં આવી સ્થિતિ બનતી ન હતી એટલે જ આંતકીઓ શ્રીનગરના 50 કિલોમીટરના વિસ્તારમાં પ્રવેશવાની પણ હિંમત કરતા ન હતા.
આમ જણાવતા તેમણે હાલના રાજ્યપાલ સામે પ્રશ્ન ઉઠાવ્યો છે અને બીજી બાજુ ખેડૂત આંદોલન અંગે તેઓએ વધુ એક વખત વિવાદ સર્જતા કહ્યું કે જો ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ભાજપ ફરી સત્તામાં આવી શકશે નહીં. ગવર્નર હોવા છતાં સતત રાજકીય વિધાનો કરી પહેલા સત્યપાલ મલીક અંગે ભાજપમાં ચર્ચા છે.
કાશ્મીર અને બાદમાં મેઘાલયમાં નિયુક્તિ અપાય પણ તેઓ દેશના મહત્ત્વના મુદ્દા પર જાહેર ચર્ચા કરી રહ્યા છે અને તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના મેરઠનો છું અને હું જાણું છું કે ખેડૂત આંદોલનનો મૂડ કેવો છે જો સરકાર આંદોલનની વાતો નહીં માને તો ભાજપ માટે પરત આવવું મુશ્કેલ છે. તેઓ ઉચ્ચ પ્રદેશની યોજાયેલી ચૂંટણી સંદર્ભમાં આ નિવેદન કહ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment