શહીદ દીકરાનો દેહ જોઈ પરિવારજનોનો આક્રંદ,વીર જવાન ની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા

Published on: 2:49 pm, Tue, 19 October 21

ગુજરાતે આજે એક સપૂત ખોયો છે, ગુજરાતે આજ એક વીર જવાન ખોયો છે.દેશની રક્ષા કાજે આજે ખેડાના કપડવંજ વણઝારીયા ગામ ના જવાને શહીદી વહોરી તિરંગા નું કફન ઓઢી લીધું છે.25 વર્ષીય હરીશ પરમાર પૂંછમા આંતકીઓ સાથે અથડામણમાં શહીદ થતા દેશ સહિત ગુજરાતમાં શોકની લાગણી છવાઈ છે.

દેશની સુરક્ષા કરવાની નેમ લઇ આર્મી સાથે જોડાયેલા 25 વર્ષીય હરીશ પરમારનું જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પોસ્ટીંગ હતું.જે દરમિયાન આંતકીઓ સાથે અથડામણમાં ગુજરાતે વીર જવાન હરીશ પરમાર ને ખોયા છે.2016 માં ઇન્ડિયન આર્મીમાં જોડાયેલા જુવાનજોધ ગુજરાતના દીકરા એ આંતકીઓ નો સામનો કર્યો હતો.

મે રહ્યુ યા ના રહ્યુ ભારત યે રહિના ચાહિયે આ કડી ને સાર્થક કરી પોતાના જીવનને ભારતમાતા માટે ખપાવી દીધું છે. હાલ પરિવારને શહીદ થયાની જાણ કરી દેવામાં આવી છે અને પાર્થિવ દેહને ગુજરાત લાવવાની તજવીજ ભારતીય સેના દ્વારા કરવામાં આવી રહી છે.

શહાદત વહોરનાર આર્મી જવાનનો પાર્થિવદેહ મંગળવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી સીધો તેઓના વતન લવાતા વાતાવરણ રોકકડ થી દ્રવી ઉઠ્યું હતું.વીર શહીદ ની યાત્રા કપડવંજના નદી દરવાજા પુલ પરથી વણઝારીયા ગામે આવી પહોંચી હતી.

આ સમયે હજારો લોકો આ વીર શહીદ ની અંતિમ યાત્રામાં જોડાયા હતા. ઘણા લોકો વાહનો મારફતે તો ઘણા લોકો ચાલતા હાથમાં ધ્વજ લઇ આ શહીદ યાત્રામાં જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શહીદ દીકરાનો દેહ જોઈ પરિવારજનોનો આક્રંદ,વીર જવાન ની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા"

Leave a comment

Your email address will not be published.


*