આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હીરપરાએ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા ને જાણકારી આપતા કહ્યું કે ભાજપ અને ભ્રષ્ટાચાર એકબીજાને પર્યાય બની ગયા છે. ભાજપના ભ્રષ્ટાચાર વિશે વાત કરવી નવાઈની વાત નથી પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિ અને જવાબદાર વ્યક્તિ તરીકે અમે પુરાવા સાથે બતાવવા જોઈએ છીએ કે આ લોકો કેટલા
ભ્રષ્ટાચારી છે અને શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈને પાણી પીવડાવવું અને શિક્ષણ આપવું એ પુણ્યનું કામ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કહો કે ગુજરાત સરકાર કહો એમના દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં પાણી પીવડાવવાની ખરીદીમાં કૌભાંડ થયું છે અને આની પહેલા પણ શિક્ષણ સમિતિ વારંવાર અલગ
અલગ મુદ્દે ઘેરાતી રહે છે.પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘણી બધી શાળાઓ છે અને ઘણી બધી શાળાઓ વારંવાર સાધનોની કરતી હોય છે ત્યારે પાણી ખેંચવાના પંપ બરાબર ખરાબ થઈ જવાના કારણે નવા પંપ માગવામાં આવ્યા હતા. બે વર્ષથી આ કંપની માંગણી કરવામાં આવતી હતી ત્યારે આખરે શિક્ષણ સમિતિએ નિર્ણય લીધો કે પંપ આપી
દઈએ ત્યારે તેમને 12 સબમર્સીબલ પંપ અને મોટર ખરીદવાનું કામ આવ્યું હતું અને એની સાથે જોડાયેલા ફાઈલોમાં અલગ અલગ પ્રકારના બિલ હતા જેમાં 17 પંપ ની ખરીદી થઈ હતી અને આની સાથે એક કોમ્પ્યુટર ની પણ ખરીદી કરવામાં આવી હતી. આ લોકો બે અલગ અલગ એજન્સીઓને આ સામાન ખરીદવાનું કામ આપ્યું હતું
અને એક વખત આઠ પંપ ની ખરીદી કરવામાં આવી અને બીજી વખત સાત પંપ ની અને બીજેથી બે પંપ આમ કરીને ટોટલ 17 પંપ થયા. આ પંપમાં 10,000 રૂપિયા વધુ ચૂકવવામાં આવ્યા છે અને આવો મોટો ભાજપ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે તેનો આક્ષેપ રાકેશ હિરપરાએ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment