ઉત્તર પ્રદેશ માં ભાજપ અને નિષાદ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે.બંને પાર્ટીના ગઠબંધન ની જાહેરાત કરવામાં આવે છે. પત્રકાર પરિષદ યોજીને ભાજપ દ્વારા માહિતી આપવામાં આવી હતી.બને દળો સાથે અપના દળ પણ જોડાણમાં ભાગીદાર થયું છે.
પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ ધર્મેન્દ્ર પ્રધાન, પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ અને સંજય નિષાદ પણ હાજર રહ્યા હતા. આપને જણાવી દઇએ કે આ પત્રકાર પરિષદ પહેલા નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદે કહ્યુ હતુ કે તેઓ ભાજપમાં ભળી જશે નહીં અને પાટી તેના પક્ષના ચિહ્નથી અલગથી ચૂંટણી લડશે.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ભાજપ ગણપતિ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી ના નામે યુપીથી ચૂંટણી લડશે. તેમને કહ્યું કે, જનતાને પ્રધાનમંત્રી મોદી અને સીએમ યોગી ના કામમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ચૂંટણી બંને સરકારોના કામ પર લડવામાં આવશે.
પત્રકાર પરિષદમાં અન્ય સવાલોના જવાબમાં તેમણે કહ્યું કે ખેડૂતોની નારાજગી ચર્ચાનો વિષય બની શકે છે પરંતુ સરકારે કૃષિ ક્ષેત્રે ઘણું કામ કર્યું છે. તેમને કહ્યું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કામ કરી રહી છે. પહેલા કરવામાં આવી રહેલી વિવિધ ટિપ્પણીઓ ઉપર તેઓએ કહ્યું કે
અબ્બાજાન,કાકા પાસે ન જાવ, વિકાસના કામમાં કોઈની જાતિ કે ધર્મ જોવા મળ્યો નથી.ભાજપ વચ્ચેના ગઠબંધન અંગેની બેઠક બાદ ચર્ચા થઈ રહી હતી કે જીતીન પ્રસાદ,સંજય નિષાદ અને બેબી રાની મૌર્ય સહિત અન્ય નામ પર ચર્ચા ચાલી રહી છે,જેમને MLC બનાવી શકાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment