દિવાળીના સમયમાં ગામડે ST બસમાં જતા લોકો માટે આવ્યા મોટા રાહતના સમાચાર,જાણો વિગતે

Published on: 3:25 pm, Fri, 24 September 21

સુરતનું ડાયમંડ એસોસિએશન ગઈકાલે ગાંધીનગર પહોંચ્યો હતો. હીરા વ્યવસાય અંગે મંત્રીઓને અલગ-અલગ રજૂઆત કરી હતી અને દિવાળીમાં એસ.ટી.વિભાગ રત્નકલાકારો પાસે બમણું ભાડું ન લે તે માટે પણ રજૂઆત કરી હતી.

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી ને આ વિષય પર રજૂઆત કરી હતી. ગઈકાલે વાહન વ્યવહાર મંત્રી સાથે તેઓએ મુલાકાત પણ કરી હતી.દિવાળી પર સૌરાષ્ટ્ર જતી એસટી બસ નું ભાડું ડબલ ન વસૂલવા ડાયમંડ એસોસીએશન દ્વારા માંગ કરવામાં આવે છે.

વળતા ફેરાના ભાડા બંધ કરાવવા મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે દિવાળીના સમયમાં સૌરાષ્ટ્રવાસીઓ પોતાના વતન જતા હોય છે. આ સમયે એસટી બસ દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ માટે સ્પેશિયલ બસની સુવિધા ઊભી કરવામાં આવતી હોય છે

પરંતુ દિવાળીના સમયમાં એસટી બસ દ્વારા ડબલ ભાડું પણ વસૂલવામાં આવે છે.દિવાળીના સમયમાં હીરાના કારખાનામાં 21 દિવસનું વેકેશન આવતું હોય છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો સૌરાષ્ટ્રમાં પોતાના વતનમાં જતા હોય છે.વરાછા કતારગામ માં રહેતા લોકો વતનમાં બસ દ્વારા જતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિવાળીના સમયમાં ગામડે ST બસમાં જતા લોકો માટે આવ્યા મોટા રાહતના સમાચાર,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*