પાકિસ્તાન સામે એક્શન લેવાની તૈયારીમાં અમેરિકા,કર્મના ફળ ભોગવવાનો આવ્યો સમય!

Published on: 5:09 pm, Fri, 24 September 21

પાકિસ્તાનને તાલિબાન રાજ સ્થાપિત કરવામાં મોટું કામ કર્યું છે. હવે અમેરિકા મોટો નિર્ણય લે તેવી પણ શક્યતા છે.પ્રતિબંધ લાગશે તે ડરે ઇમરાન સરકાર અને સેના માં ખલભલાટ. પાકિસ્તાનના કારણે મુશ્કેલીમાં અમેરિકા મુકાયું છે.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાની સેનાને પાછી બોલાવી અને તે બાદ તાલિબાન રાજ ની વધતી કરતૂતો ના કારણે અમેરિકાની જબરદસ્ત બદનામી થઈ છે. રાષ્ટ્રપતિ બાયડન ના નિર્ણય સામે પણ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે અમેરિકા પાકિસ્તાન સામે કોઇ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

અમેરિકામાં પાકિસ્તાન સામે જબરદસ્ત ગુસ્સો છે અને સંસદમાં પાકિસ્તાન સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. પાકિસ્તાનમાં સરકાર અને સેના માં જોરદાર ચિંતા ફેલાઇ ગઇ છે. પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન કેટલાય મહિનાથી બાયડન સાથે ફોન પર વાતચીત થાય તેની રાહ જોઈ રહ્યા છે

પરંતુ હજુ સુધી શક્ય બન્યું નથી. સૂત્રોના સમાચાર સામે આવ્યા કે પાકિસ્તાની સેનાના પ્રમુખ બાજવાએ ચિંતા વ્યકત કરી કે અમેરિકા ગમે ત્યારે પાકિસ્તાન પર કડક પ્રતિબંધ લગાવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!