હાલમાં બનેલી એક દર્દનાથ ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઈક ગંગા નદીમાં પડી જતા બાઈક પર સવાર પતિ-પત્ની ગંગા નદીમાં ડૂબી ગયા હતા. તેની સાથે અન્ય એક વ્યક્તિ પણ નદીમાં ડૂબ્યો હતો. એ વ્યક્તિ ગમે તેમ કરીને નદીમાંથી બહાર આવી ગયો હતો. આ ઘટનામાં નદીમાં ડૂબી જવાના કારણે પતિ પત્નીના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ફર્રુખાબાદમાં બની હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને સ્થાનિક તરવૈયાની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. નદીમાંથી પત્નીનું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું છે. જ્યારે પતિના મૃતદેહની હજુ પણ ચાલુ છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, પતિ પોતાની પત્ની સાથે બાઈક લઈને દવા લેવા હોસ્પિટલ ગયો હતો. હોસ્પિટલમાંથી દવા લઈને પરત ફરી રહ્યા હતા.
ત્યારે રસ્તામાં તેમની બાઈક બેકાબુ બનીને ગંગા નદીમાં પડી ગઈ હતી. આ દરમિયાન તેમની સાથે બાઈક પર અન્ય એક વ્યક્તિ પણ સવાર હતો. તે પણ ગંગા નદીમાં પડ્યો હતો. પરંતુ તે ગમે તેમ કરીને બહાર નીકળી ગયો. જ્યારે પતિ-પત્ની ઊંડા પાણીમાં ચાલ્યા ગયા જેથી તેઓ ડૂબી ગયા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં સરદેવ નામનો 25 વર્ષીય વ્યક્તિ તેની 23 વર્ષીય પત્ની લક્ષ્મી સાથે બાજુના ગામમાં દવા લેવા માટે ગયો હતો. આજરોજ સવારે અચાનક જ તેને પત્નીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તેથી સહદેવ બાઈક લઈને પોતાની પત્નીને બાજુના ગામમાં દવા લેવા માટે ગયો હતો.
આ દરમિયાન તેમનો પડોશી પણ તેમની સાથે હતો. અકસ્માતની ઘટના બની ત્યારે પડોશી યુવક બાઈક ચલાવી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર બપોરના સમયે ત્રણે દવા લઈને બાઈક પર ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અચાનક જ બાઈક ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બાઇક બેકાબુ બનીને ગંગા નદીમાં પડી હતી.
પડોશી ગમે તેમ કરીને નદીમાંથી બહાર નીકળી ગયો હતો. પરંતુ સરદેવ અને તેની પત્ની લક્ષ્મી ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા. આ કારણોસર બંને ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બની ત્યારે આસપાસ ઉભેલા ઘણા લોકોએ તેમને બચાવવાના પ્રયાસ કર્યા હતા.
પરંતુ તેઓ બચાવી શક્યા નહીં ઘટનાની માહિતી મળતા પોલીસ અને સ્થાનિક તરવૈયાની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. નદીમાં ડૂબી ગયેલા પતિ-પત્નીની શોધ પણ શરૂ કરી દેવામાં આવી હતી. શોધખોળ દરમિયાન સૌપ્રથમ પત્ની નું મૃતદેહ મળી આવ્યું હતું ત્યારબાદ પતિનું મૃતદેહ મળ્યું હતું. એક જ સાથે એક જ પરિવારના બે સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment