કોરોનાવાયરસ ને લઈને સુરત ટ્રાફિક પોલીસે અલગ પહેલ ચાલુ કરેલ છે. લોકડાઉન ના કારણે લોકોના ધંધા ખોરવાઈ ગયા છે અને રોજીરોટી માં પ્રોબ્લેમ થઈ રહ્યો છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે મોટો દંડ વસૂલાત કરવાના બદલે તેમણે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ માટે પેરિત કરવામાં આવશે.
લોકડાઉન ની અંદર સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સરેરાશ ૮ લાખથી પણ વધારે દંડ વસુલ કરવામાં આવતો હતો. ત્યારે દરેક લોકો ની અંદર મોટા દંડ ને લઇને ભારે રોષ હતો. લોકોનું કહેવું હતું કે જ્યારે કોઈ ધંધા નથી ત્યારે પોલીસ દ્વારા અંગ્રેજ નીતિ કરીને લોકો પર ખોટો દંડ વસૂલવામાં આવે છે.
સ્થાનિક લોકોનો રોષ જોઈને સુરત પોલીસ દ્વારા ૨૧ દિવસ માટે દંડ નહીં લેવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે પોલીસ દ્વારા FOLLOW નામનું કેમ્પિંગ ચલાવવામાં આવ્યું છે. જેમાં નિયમ ની સાથે ન ચાલતા લોકો ને નિયમો સાથે ચાલવાનું સપથ લેવડાવવામાં આવશે.
Be the first to comment