ગ્રીષ્મા કેસને લઈને આવ્યા મોટા સમાચાર : આરોપી ફેનીલ ગોયાણીને લગભગ આ તારીખે કોર્ટ સંભળાવશે સજા…

Published on: 4:35 pm, Wed, 6 April 22

સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી હતી. સુરતના પાસોદરા વિસ્તારમાં ફેનીલ નામના યુવકે એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા નામની યુવતીનો જીવ લઇ લીધો હતો. ત્યાર બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

આરોપી સામે કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ ગઈ છે. સરકારી પક્ષ અને બચાવ પક્ષની દલીલો પૂર્ણ થઈ છે. જેથી સંભવત આ કેસના ચુકાદામાં કોર્ટે આગામી 16 એપ્રિલ ના રોજ આરોપી ફેનીલ ગોયાણીને સજા સંભળાવી શકે તેવી શક્યતાઓ છે. મળતી માહિતી મુજબ સરકારી વકીલ નયન સુખડવાલાનું જણાવ્યું છે કે, પોલીસ સહિતની ન્યાયિક પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલી રહી છે.

જેથી આગામી સમયમાં કોડ આરોપી ફેનીલ ગોરાણીને કડકમાં કડક સજા આપે એવી માંગ કરી છે. કોર્ટમાં છેલ્લા ત્રણ દિવસથી બચાવપક્ષ દ્વારા દલીલો કરવામાં આવતી હતી. બચાવ પક્ષના વકીલનું કહેવું છે કે, ફેનીલને ફસાવવા માટે ઝડપથી ચાર્જશીટ કરવામાં આવી છે. આરોપી ફેનીલ ગોયાણી તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલીયાએ કોર્ટમાં અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી.

કોટમાં અંતિમ દલીલો કરતાં બચાવ પક્ષના વકીલ ઝમીર શેખે જણાવ્યું કે, ફેનીલ ગોરાણીને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. પોતાની યોગ્ય રજૂઆતો ન કરવા દેવા માટે પોલીસ દ્વારા માત્ર સાત દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી. આ કેસને લઈને સાક્ષીઓ પણ આરોપી ફેનીલ ગોયાણી તરફેણમાં જુબાની આપવા માટે તૈયાર નથી.

ફેનીલ ગોયાણીના વકીલે વધુમાં દલીલ કરતાં જણાવ્યું કે, સરકારી પક્ષના વકીલો શું સંતાડવા માંગે છે. શા માટે આ 6 દિવસમાં ચાર્જશીટ રજૂ કરીને તપાસ પૂરી કરી દેવામાં આવી. વધુમાં ફેનીલ ગોયાણી વકીલે દલીલ કરતા કહ્યું કે, જ્યારે ફેનીલ સોસાયટીમાં પહોંચ્યો ત્યારે ફેનીલ પર પથ્થર વડે પ્રહાર કરવામાં આવ્યા હતા.

એટલે ફેનીલે તેની ઢાળ તરીકે ગ્રીષ્માને પકડી લીધી હતી. જે થયું તે બધું ઉશ્કેરણીમાં થયું છે. હવે આગામી દિવસોમાં જ ખબર પડે કે કોર્ટ દ્વારા આરોપી ફેનીલ ગોયાણીને કઈ સજા આપવામાં આવશે. લગભગ કોર્ટ 16 એપ્રિલના રોજ આરોપી ફેનીલ ગોયાણીની સજા સંભળાવી શકે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગ્રીષ્મા કેસને લઈને આવ્યા મોટા સમાચાર : આરોપી ફેનીલ ગોયાણીને લગભગ આ તારીખે કોર્ટ સંભળાવશે સજા…"

Leave a comment

Your email address will not be published.


*