લીંબડી વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામવાના એંધાણ મળી રહ્યા છે. લીમડી ની બેઠક પર સોમાભાઈ પટેલે વતી તેમના ડ્રાઇવર ઉમેદવારી ફોર્મ ઉપાડયું છે.સોમાભાઈ પટેલને ભાજપ કે કોંગ્રેસ એક પક્ષે ટિકિટ ન આપતા અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભરી તેવી શક્યતા છે. સોમાભાઈ પટેલે પેટાચૂંટણી માટે ફોર્મ ઉપાડતા લીમડી બેઠક પર રાજકારણ ગરમાયુ છે.લીંબડી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના કિરીટસિંહ રાણાએ ઉમેદવારી નોંધાવી છે.
અને કિરીટસિંહ રાણાએ બપોરે 12:39 મીનીટે વિજય મુહૂર્તમાં લીમડી પ્રાંત કચેરીએ પોતાનું ઉમેદવારી માટે નું ફોર્મ સરકારી માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ રાખીને ભર્યું છે. લીંબડી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઇન્ચાર્જ આર.સી.ફળદુ, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ તેમજ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
સાંસદસચિવપુનમભાઈમકવાણા,જગદીશભાઈ મકવાણા, શંકરલાલ દલવાડી, રાજભા ઝાલા, શંકરભાઈ વેગડ,દિલીપભાઈ પટેલ તેમજ ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.
આ તબક્કે કિરીટસિંહ રાણા ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યો અને આ પ્રસંગે 50 થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment