ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં તો કોઈ પણ એવી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ નથી જેનાથી રાજ્યમાં વરસાદનું અનુમાન લગાવી શકાય, હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા બે-ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ પાછો ખેંચાયો છે.
જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગનું માનવામાં આવે તો ઓગસ્ટ મહિનાના પ્રથમ સાહિત્ય સુધીમાં સમગ્ર રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 36.17 ટકા જેટલો નોંધાયો છે.
હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોના પાકને નુકસાન થવાની સંભાવના વધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલમાં તો વરસાદ ની શક્યતા ઓ નહીવત દેખાઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાત સહિતના અનેક પંથકોમાં છુટો છવાયો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગનું કહેવું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગનું કહેવું છે કે હજુ પણ રાજ્યમાં જરૂર મુજબ વરસાદ પડ્યો નથી રાજ્યમાં હજુ 44 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જુલાઈના અંતિમ સાહિત્ય બાલ વરસાદે લાંબો વિરામ લીધો છે જેનાથી હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેવામાં હવામાન વિભાગની આગાહી ખેડૂતોમાં ફરી એક ચિંતાનો માહોલ બન્યો છે.
સામાન્ય રીતે વરસાદ હોય તો ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં 450 મિમી વરસાદ પડવો જોઇએ પરંતુ હજુ માત્ર સિઝનનો 250 મિમી વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના ઓ ખુબ જ ઓછી છે દક્ષિણ ગુજરાતના આસપાસના અનેક વિસ્તારોમાં પ્રવાસ પડતો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment