ખજૂરભાઈ ને એક યુવકે કહ્યું કે, મેં મારા જીવનમાં ભગવાન જોયા નથી પરંતુ મને તમારા રૂપમાં ભગવાન દેખાયા છે.

Published on: 10:01 am, Tue, 10 August 21

ગુજરાતમાં થોડાક મહિના પહેલા જ સાઉથ વાવાઝોડું આવ્યું હતું અને આ વાવાઝોડાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર ઘણા વિસ્તારોમાં થઇ હતી. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આ લોકો બેઘર થઈ ગયા હતા અને ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું હતું.

ત્યારે આવા સમયમાં આ લોકોની મદદ માટે સામાજિક સંસ્થાઓ, ઘણા સેવાભાવી લોકો અને ખજૂરભાઈ આગળ આવીને લોકોની સાચા દિલથી મદદ કરી હતી. ત્યારે હવે ખજૂરભાઈ સૌરાષ્ટ્રની ધરતી પર જેટલા લોકો બેઘર બન્યા છે.

તેટલા લોકો ને એ લોકોને નવા ઘર બનાવવા માટેના કામકાજમાં લાગી ગયા છે અને તમે તેમનથી જેટલા લોકો સુધી પહોંચી શકાય છે ત્યાં સુધી જઈને તેઓ નવા ઘર બનાવી આપે છે. હાલમાં ખજૂર ભાઈ એ એક રાજીમાં નામના વૃદ્ધ વિધવા દાદી ની મદદ કરી છે.

આ દાદીમાને આંખથી દેખાતું નથી. ત્યારે ખજૂરભાઈ તેમને પણ નવું ઘર બનાવી આપીને તેમની મદદ કરી હતી. આ દાદીમાં સાવરકુંડલાના દોલતી ગામે આ અંધ માજી એકલા રહે છે. ત્યારે વાવાઝોડામાં તેમનું ઘર પડી ગયું હતું અને ખજૂર ભાઈ તેમને નવું ઘર બનાવી આપ્યું છે.

જ્યારે નવું ઘર બન્યું ત્યારે ગામના ઘણા લોકો ભેગા થયા હતા અને તેઓ રાજીમાં ના ઘરે આવીને તેમની સાથે બેસ્યા હતા. જ્યારે એક યુવકે ખજૂર ભાઈ ને કહ્યું કે જે વખતે દાવતે વાવાઝોડું આવ્યું એ વખતે ઘણા લોકો મોટા મોટા સંકટ માં પડ્યા હતા.

અને ઘણા લોકો તો હિંમત હારી ગયા હતા. જ્યારે યોગ્ય ખજૂર ભાઈ ને કહ્યું કે તકલીફ પડે અને તે વખતે જે સાથ આપે તે જ સાચો મિત્ર કહેવાય છે, એવી જ રીતે તમે પણ સૌરાષ્ટ્રની ધરતી ઉપર જ્યારે તકલીફ પડી ત્યારે તમે બધાની મદદ કરી છે જેનાથી તમે જ બધાના સાચા મિત્રો છો .

આ ઉપરાંત આ યુવકે કહ્યું કે સફળ વ્યક્તિ એ નથી જે હજાર રૂપિયા કુમાર પરંતુ સફળ વ્યક્તિએ છે જ્યારે કોઈને મુસીબત આવે ત્યારે લોકોની મદદ કરે તે જ સફળ વ્યક્તિ છે.

આ ઉપરાંત યુવકે ખજૂર ભાઈ ને કહ્યું કે મેં આજ સુધી ભગવાનને જોયા નથી પણ તમારા રૂપમાં હું આજે ભગવાન જોઈ રહ્યો છું. આ ઉપરાંત બીજા યુવકે કહ્યું હતું કે તમારી સાથે ચારથી પાંચ દિવસ સુધી કામ કરીને અમારું જીવન ધન્ય થઇ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!