ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી ના નેતૃત્વમાં સરકારે ખેડૂતોના હિતમાં ખેતરમાં કાંટાળી વાડ યોજના માટે 200 કરોડની ફાળવણી કરી છે. ખુલ્લા ખેતરમાં પશુ પ્રવેશ નો ત્રાસ અને પાકને નુકસાન સામે રક્ષણ આપવા હેતુ ખેતર કાંટાળી વાડ યોજના વધુ સરળ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ગુજરાત રાજ્યમાં ખુલ્લા ખેતર હોવાથી ખેતરના પાકને વ્યાપક નુકસાન થાય છે.
આ ઉપરાંત ખુલ્લા ખેતર હોવાથી પશુઓનો ત્રાસ પણ વધી જાય છે. આ અંગે બજેટની ફાળવણી માં નજીવી રકમ ફાળવવામાં આવી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરીને ખેડૂતોના હિતમાં બજેટ ફાળવણી સરકારે ખેતરમાં કાંટાળી વાડ હેતુ આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક.
200 કરોડની ફાળવણી સરકારે કરી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતો માટે લઘુતમ વિસ્તાર અગાઉ 10 હેક્ટર હતો તે વિસ્તાર હવે ઘટાડીને પાંચ હેક્ટર કરવામાં આવ્યો છે.
ખેડૂત ને મળવાપાત્ર સહાય 150 હતી અને આ રનીંગ સહાય વધારીને 250 કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment