જાન્યુઆરીની શરૂઆતમાં માવઠાની સાથે હિમ વર્ષા ને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો

Published on: 5:40 pm, Fri, 1 January 21

રાજ્યમાં પવનની દિશા બદલાતાં ઠંડીનો જોર ઘટયું છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ જાન્યુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે અને વર્ષની શરૂઆત ઠંડી અને ભારે વરસાદને લઇને આવશે. ભારે વરસાદને લઇને 2 અને 3 જાન્યુઆરી ની વરસાદ ની આગાહી કરવામાં આવી છે.10 જાન્યુઆરીએ ફરી વાતાવરણમાં પલટો આવશે.

અને 11,12 અને 13 જાન્યુઆરી ના રાજ માં ભારે વરસાદ થવાની શક્યતા છે.14 જાન્યુઆરી ઠંડીનું જોર વધશે અને 17 થી 20 જાન્યુઆરીના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થશે.હિમવર્ષાને ગુજરાત રાજ્યમાં અસર થશે જોકે 24મી જાન્યુઆરી ફરી ઠંડીનો ચમકારો થશે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં કાતિલ ઠંડી પડશે અને ભારે વરસાદ અને હિમ પડવાને કારણે જીરું,ચણા, દિવેલા તેમજ કપાસના પાકને નુકસાન થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારતમાં વિશિષ્ટ પરિસ્થિતિનું સર્જન થશે.

અરવલ્લી, પંચમહાલ, દાહોદ,મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ થશે.અમદાવાદ શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!