પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિનામાં મોટું એલાન કરતા કહ્યું કે સરકાર ખેડૂતો સામે ઝૂકી રહી છે અને કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા છે. સંસદના શિયાળુ સત્રમાંઆ કાયદા રદ પણ થઇ ગયા છે. જોકે તેમ છતાં ખેડૂતોનું આંદોલન હજી સુધી સમાપ્ત થયું નથી.
MSP મુદ્દે પણ કમીટી બનાવી દેવામાં આવી છે ત્યારે ખેડૂત નેતા કહી રહ્યા છે કે આંદોલન હજુ ચાલુ જ રહેશે.ખેડૂત સંગઠનની કમિટીના મનોજ સિંહ સિક્કા,યુદ્વવિર સિંહ અને બળવીર સિંહ સહિત ના નેતાઓ કહી રહ્યા છે કે જો સરકાર વાત માનીલે તો અમે ત્રણ જ કલાકમાં આંદોલન સમાપ્ત કરી લેશો.
આ ત્રણ નેતાઓ ખેડૂત તરફથી સરકાર સાથે વાતચીતમાં સામેલ થવાના છે. જોકે હાલમાં ઘટનાક્રમ જોતા લાગી રહ્યું છે કે મોદી સરકારની પીછેહઠ છતાં પણ ખેડૂતો આંદોલન સમાપ્ત થાય તેવા કોઈ અણસાર અત્યારે દેખાઈ રહ્યા નથી. નોંધનીય છે
કે ખેડૂતોની માંગ છે કે MSP કાયદો, આંદોલન દરમિયાન નોંધાયેલા તમામ કેસો પરત ખેંચવા, જંગલમાં મૃત્યુ પામેલા તમામ ખેડૂતના પરિવારજનોને વળતર આપવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment