રોડની સાઈડમાં ઉભેલ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 સગા ભાઈના મૃત્યુ…

Published on: 10:47 am, Mon, 6 December 21

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. જ્યારે ઓલપાડ-સાયણ મેઇન રોડ ઉપર સાંધીએર-પરીયા ગામ વચ્ચે રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રકની પાછળ એક બાઈક ઘુસી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બાઇક પર સવાર બે સગા ભાઇના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા.

મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના કોટામુઇ ગામના વતની વિનુભાઈ જસમતભાઈ કુંભાણી હાલમાં ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે કુમકુમ બંગલોમાં રહેતા હતા.

મળતી માહિતી અનુસાર વિનુભાઈ ના મોટા ભાઈ બાબુભાઈ અમદાવાદથી સાંધીએર આવવા નીકળ્યા. જેથી વિનુભાઈ મોટાભાઈને લેવા માટે પોતાની GJ 05 HJ 4880 નંબરની બાઈક લઈને વેલંજા રંગોલીચોકડી ગયા હતા.

આ ઘટના શનિવારના રોજ બની હતી શનિવારના રોજ તેઓ બંને ભાઈ વેલંજા રંગોલીચોકડી થી પોતાના ગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે રોડની સાઈડમાં બંધ હાલતમાં ઉભેલા ટ્રકની પાછળ બાઈક ઘુસી ગઈ હતી.

જ્યારે અકસ્માત બન્યો ત્યારે વિનુભાઈ બાઈક ચલાવી રહ્યા હતા અને મોટા ભાઈ બાબુભાઈ પાછળ સવાર હતા. અકસ્માતમાં ઘટના સ્થળે જ બંનેના મૃત્યુ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રકના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.