ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વરસાદ અનેક વિસ્તારોમાં મને મૂકીને વરસી રહ્યો હતો અને અનેક જગ્યાએ તો ભારે વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ 6 ઓક્ટોબર થી રાજ્યમાં અનેક વિસ્તારોમાં ચોમાસુ વિદાય લેશે. ચોમાસાના વિદાય અંગે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યમાં શાહીન વાવાઝોડાનું સંકટ હતું પરંતુ વાવાઝોડું સક્રિય થયું નથી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ નું પ્રમાણ નહીંવત રહેશે. અને અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
ત્યારે વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યમાં આગામી 12 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે ની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6 ઓક્ટોબરથી ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થશે.
ગુજરાત રાજ્યમાં 2 ટકાથી પણ વધારે વરસાદ પડ્યો છે. તેના કારણે આગામી સમયમાં રાજ્યમાં પાણીની અછત ઓછી રહેશે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડ્યો છે.
ગુજરાત રાજ્યમાં વર્ષમાં વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મન મૂકીને વરસ્યો હતો તેના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત મોટાભાગના ડેમમાં પાણીની આવક વધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment