આ જોઈને લાગી રહ્યું છે કે ખરેખર આજના સમય માં માનવતા ક્યાંય ને ક્યાંય જીવંત છે. લોકો માણસાઈ નિભાવી રહ્યા છે તે ખૂબ જ ઉત્તમ ગુણવાન કહેવાય. આજે અમે આપને એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ કે મુસ્લિમ યુવાન હિન્દુ મહિલા ના અંતિમ સંસ્કાર કર્યા.
કહેવાય છે કે દરેક જીવ ઇશ્વરની દેન છે અને આમ પણ જગતમાં માનવતા એ જ પ્રભુની દેન છે.જગતમાં માનવ સેવા એજ પ્રભુસેવા કહેવામાં આવે છે ત્યારે આજે ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે કઈ રીતે સેવાભાવી મુસ્લિમ યુવકો કોરોના મહામારીમાં પણ હિંદુ વિધિ મુજબ ગોધાબારી ગામના મીનાબેન પટેલના અંતિમ સંસ્કાર કરી ને કોમી એકતાની જ્યોત સતત પ્રજ્વલિત કરી સમગ્ર વાસંદા તાલુકામાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આજના સમયમાં આવા કિસ્સાઓ ભાગ્યે જ બનતા હોય છે. એમ પણ કહેવાય છે કે ને જગતમાં ક્યાંય પણ માનવતા મરી પડવા નથી દીધી. દરેક વ્યક્તિમાં સેવાભાવ જીવંત હોય છે.
વાંસદાના ચંપા વાડીમાં રહેતા મીનાબેન જયેશભાઈ પટેલ ના મૃતદેહને મુસ્લિમ યુવાનોએ હોલીપાડા ગામે અગ્નિદાહ આપી માનવસેવા નું કામ કર્યું હતું.
ચંપાવાડીમાં રહેતા જુનેદ પઠાણ અને એમાં સાથી મિત્રો આરીફ બાબુલ ખેર, મસ્તાન આરબને જાણ કરતા આ 3 મુસ્લિમ યુવકોએ કોરોનાગ્રસ્ત હિંદુ મહિલાના હોલીપાડા ગામે આવેલી સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ અંતિમસંસ્કારની સંપૂર્ણ જવાબદારી અમે પોતાના માથે લીધી હતી. ચિતા પર લાકડા ગોઠવાયા, અંતિમસંસ્કારની વિધિ પાર પાડી હતી. મીનાબેનના રાત્રે 11.30 કલાકે અંતિમ સંસ્કાર કર્યા હતા. આ યુવકોએ અત્યાર સુધીમાં 15થી વધુ કોરોના પોઝિટિવ તથા અન્ય લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment