ડબ્બાબંધ ખાધ અથવા પીણા કંપનીઓ અને વેપારીઓનું એક મોટો સમૂહ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનવ પ્રાધિકરણ દ્વારા જાહેર કરાયેલ નવા નિયમથી ખૂબ જ ચિંતિત છે.શાળાઓના આસપાસના વિસ્તારમાં ખાણીપીણીના વેચાણ માટે હાલમાં જાહેર કરવામાં આવે નિયમોથી ઉત્પાદકો અને વેચાણ અને મોટી અસર પડી છે. આ નિયમ 1 જુલાઈ 2021 ના રોજથી લાગુ થવાનો છે. ખાધુ નિયામક ઓથોરિટી હાલમાં જ કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે જે અનુસાર વધારાના નમક,ખાંડ અને મસાલાયુક્ત ઉત્પાદનોને કોઈ શાળા અથવા સંસ્થાના 50 મીટરના વિસ્તારમાં નહીં વેચવાનો નિયમ આવ્યો છે.
આના લીધે આઈસ્ક્રીમ, મીઠાઈઓ, સરક્ષિત અથવા ડબ્બામાં પેક સબ્જી, માસ, માછલી, દાળમાંથી બનેલ નમકીન, ખારી સિંગ, વાઈટ બેડ અને બિસ્કીટના વેચાણ ટૂંકસમયમાં પ્રતિબંધ આવી જશે. આ નિયમ હેઠળ આવા ખાધ અને પેય પદાર્થોની શાળાઓની આસપાસ કોઈ રૂપમાં જાહેરાત આપવા પર પ્રતિબંધ મુકાયો છે. જેમાં ઉત્પાદનની જાહેરાત, મફત કુપન, શાળામાં સપ્લાય, બોર્ડ પર નિશાન, રમતના મેદાન અને વેન્દિંગ મશીનો સામેલ છે.
આ બાબતે ઉત્પાદકો અને ડીલર એ ચિંતા વ્યક્ત કરી છે. આના લીધે સીધી અસર રોજીંદા ઉપયોગની ચીજો બનાવતી કંપનીઓ પર થશે. કંપનીએ આ બાબતે પોતાનો પક્ષ રજૂ કરવાનો હજી બાકી છે પણ સૂત્રોએ જણાવ્યું.
બધામુખ્ય ઉત્પાદકો વૈકલ્પિક યોજના નહીં આપવા બાબતે ચર્ચા કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment