પાન માવા ના બંધાણીઓ માટે આવ્યા ખરાબ સમાચાર, જાણો વિગતે.

242

પાન માવા ના બંધાણીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં તમાકુ અને સોપારી ના ભાવમાં વધારા ની અસર જોવા મળી હતી. જેના કારણે રાજકોટમાં પાન માવાના 18-20 રૂપિયા થયા છે. રાજકોટમાં આવતીકાલથી આ ભાવ વધારો કરવામાં આવશે.

સોપારીના ભાવમાં કિલોએ સો રૂપિયાનું જ્યારે તમાકુના ભાવ માં રૂ 20 થી 100 નો વધારો કરવામાં આવ્યો છે. સોપારી ની આવક કરતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને કોરોના મહામારી ના કારણો પહેલા તમાકુના 20 ગ્રામ ના ડબ્બા માં 205 રૂપિયા.

તો જ્યારે હવે તેમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.અગાઉ પાન માવા ના ભાવ બારથી પંદર રૂપિયા હતા જે હાલ રાજકોટમાં આવતીકાલથી 18 થી 20 રૂપિયા થવાનો છે. 20 ગ્રામ તમાકુની છે.

200માં વેચાતી હતી તેનો ભાવ 220 થી 225 થઈ ગયો છે.તેમજ 200ગ્રામ ના ડબ્બા ના ભાવ 850 હતા તે વધીને 950 થઈ ગયા છે. જે પાઉચ 165 માં મળતું હતું તેના ભાવ 185 રૂપિયા થયા છે.

રાજકોટમાં અમુક ધંધાર્થીઓએ ફાકીના 18 થી 20 રૂપિયા વસૂલવાનું શરૂ કરી દીધું છે.ધંધાર્થીઓ ભાવ વધારો કર્યા નથી તે એસોસિયન ના નિર્ણય પછી ભાવ વધારો કરવામાં આવશે. તમાકુ અને સોપારીના ભાવ વધારાના.

કારણે પાન ફાકી ના ભાવ વધશે.જોકે જે ધંધાર્થીઓ નકલી તમાકુનો ઉપયોગ કરતા હોય.તે ધંધાર્થીઓ નીચા ભાવે ફાકી વેચી શકે તેવી પૂરી સંભાવના છે.

કોરોના મહામારી ના સમયમાં લોકડાઉન બાદ પાન માવા ના ધંધા ભાંગી પડ્યા હતા કારણ કે મોટા ભાગના વ્યસનીઓ ફાકી ઘરે જ બનાવતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!