રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા તાલુકા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 2021 નું આગામી તા 21 અને 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક દરમિયાન મતદાન યોજાવાનું છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ટૂંક સમયમાં યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.આ પરિસ્થિતિઓ વચ્ચે બંને પક્ષમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે.
ત્યારે ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ એટલે કે અલ્પેશ ઠાકોર વિરોધ થઈ રહ્યો છે તેવા સમાચાર સામે આવ્યા છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપના નેતા અલ્પેશ ઠાકોર સામે પક્ષમાં જ આંતરિક વિરોધ થઈ રહ્યો છે.
રાધનપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને રાધનપુરમાં ઠાકોર સમાજ નું નવું સંગઠન બનાવવાની જાહેરાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે.રાધનપુર તાલુકા ભાજપના મહામંત્રી સુરેશ ઠાકોર સમાજના તમામ લોકોને સરકારી યોજનાનો લાભ મળે.
તે માટે નવું સંગઠન બનાવવાની જાહેરાત કરી છે. સુરેશ ઠાકોર અલ્પેશ ના નજીકના આગેવાન મનાય છે.ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓએ.
નવું સંગઠન બનાવવાની જાહેરાત કરતા એવું લાગી રહ્યું છે કે પક્ષમાં જ કંઈક આંતરિક વિરોધ હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment