આ એસોસિએશને કરી સુરતમાં લોકડાઉન ની માંગ, કહ્યું કે આગામી દિવસોમાં કોરોના ની સ્થિતિ બેકાબૂ થશે.

ગુજરાત રાજ્યમાં અમદાવાદ સુરતમાં પણ સતત કેસો વધી રહ્યા છે. દિવસેને દિવસે સુરતમાં કોરોના ના કેસ ના આંકડાને સાથે કોરોના થી મૃત્યુ પામતા લોકોના પ્રમાણ પણ વધી. તેવામાં સુરતમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને સુરતમાં 7 દિવસના લોકડાઉન ની માંગ કરી છે.

ઈન્ડીયન મેડીકલ એસોસિએશન આ લોકડાઉન ની માંગ રાજ્ય સરકારને પત્ર લખીને કરી હતી. અને પત્રમાં લોકડાઉન ની સાથે હોસ્પિટલમાં જે વસ્તુઓની અછત છે તે પૂરી કરવાની પણ માંગ કરી હતી.

અને કોરોના ના દર્દી ને જરૂરી ઇન્જેકશનનો જથ્થો પૂરો પાડવાની પણ માંગ કરી હતી.ઈંડિયન મેડિકલ એસોસિએશને કહ્યું કે જો સુરતમાં લોકડાઉન લગાવવામાં આવે તો આગામી દિવસોમાં સુરતમાં કોરોના બેકાબુ થઇ જશે.

તેના પર કાબૂ મેળવવા માટે મુશ્કેલ પડશે. એસોસિએશને કહ્યું હતું કે શહેરની મોટાભાગની હોસ્પિટલો ઓક્સિજનનો પુરવઠો પણ પૂરો કરવાની માંગ કરી હતી.

કહ્યું કે જો આમ જ કોરોના ના કેસ વધતા રહેશે.તો હોસ્પિટલના સ્ટાફને પણ કોરોના થવાની સંભાવના રહેશે તો પછી સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ જશે.સુરતમાં આજે વિસ્તાર પ્રમાણે કેસ જોઈએ.

તો સેન્ટ્રલ ઝોનમાં 155, વરાછા એ ઝોનમાં 161 વરાછા બી ઝોનમાં 132, રાંદેર ઝોનમાં 268, કતારગામ ઝોનમાં 192, લિંબાયત ઝોનમાં 136, ઉધના ઝોનમાં 143 સુરતમાં આજે આ રીતે કેસો વધી રહ્યા છે.

અથવા ગેટ અને રાંદેલ માં કોરોના સંક્રમણ સૌથી વધુ રહેલું છે.સુરતમાં કોરોના પોઝિટિવ કેસ 1655 નોંધાયા છે. જેમાં મોટાભાગના કેસ શહેર વિસ્તાર માંથી આવ્યા છે.

શહેરી વિસ્તારમાં 1424 કેસ નોંધાયા છે. આજે ગ્રામ્ય વિસ્તારમાં 231 કેસ નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*