31 ઈંચની દુલ્હન અને 36 ઈંચના વરરાજાના ધામધૂમથી થયા લગ્ન, આ અનોખા લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા…

Published on: 8:58 pm, Sun, 5 June 22

આપણે સૌ જાણીએ છીએ કે જોડીયો ભગવાન ઉપરથી જ બનાવે છે અને અહીં આવીને આ જોડીઓ કાયમ માટે એક થઈ જતી હોય છે.એવામાં ઘણા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. જેમાંનો એક પ્રસંગ હાલ સામે આવ્યો છે કે જેમાં યુવકને યુવતી ગમી જતાં તેની સાથે લગ્ન કર્યા હતા અને નવા જીવનની શરૂઆત કરી હતી.

આ લગ્ન વિશે વાત કરીશું તો સૌ કોઇને નવાઇ લાગશે કે વરરાજા ની ઊંચાઈ 36 ઈંચ અને તેમની કન્યા 31 ઈંચ આ બંને હાલ લગ્ન કરવા જઈ રહ્યા છે.એવામાં આ કિસ્સો સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જશો.

આ કિસ્સો મહારાષ્ટ્રના જલગાંવ માંથી સામે આવ્યો છે કે જ્યાં વરરાજા નું નામ સંદીપ અને તેની કન્યાનું નામ ઉજ્વલા છે જે બન્નેના લગ્ન ગુરૂવારના રોજ યોજવામાં આવ્યા હતા. આ બંને વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો સંદીપ કે જેને કોઈ બીજા ભાઈ બેન નથી અને કન્યાને ત્રણ બહેનો અને એક ભાઈ છે.

આ બંનેની ઊંચાઈ ખૂબ ઓછી છે તેથી તેમના પરિવારમાં ખૂબ જ ચિંતા થઈ રહી છે. જાણવા મળ્યું છે કે આ બંનેના લગ્ન નહોતા થયા એટલે બન્નેના પરિવારના લોકો ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. કન્યાના પિતાને સંદીપનું કામ પસંદ નહોતું. તેથી તેમણે લગ્ન તોડી પણ નાખ્યા હતા પરંતુ જ્યારે કન્યાના પિતાને ખબર પડી કે સંદીપ શું કામ કરે છે.

એ પછીના સંબંધ પછી અતૂટ સંબંધ બંધાઈ ગયો અને તેમના હાલ વાજતે ગાજતે લગ્ન કરાવવામાં આવ્યા હતા. વાત કરવામાં આવે તો સંદીપ કે જેણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે અને એક ગોલ્ડ કંપનીમાં કામ કર્યું છે.આ બંને હાલ લગ્ન બંધનમાં બંધાયા છે તમે પણ તસવીરો જોઈ શકો છો કે જેમાં આ બંનેની ઊંચાઈ ખૂબ જ ઓછી છે.

આ બંને પ્રેમ સંબંધમાં બંધાયા ત્યારબાદ તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા અને નવાઈની વાત તો એ કે બંને ની ઊંચાઈ સરખી છે. ત્યારે આ લગ્ન હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે એવામાં આ બંનેના લગ્ન કરી વાજતે ગાજતે કરવામાં આવ્યા હતા. આવા અનોખા લગ્ન જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!