ગુજરાતના આ ખેડૂતની 23 વર્ષની દીકરીએ પ્રથમ નંબરે પાસ કરી પીઆઇ ની પરીક્ષા, ખૂબ ખૂબ અભિનંદન બેટા…

આ સમયમાં દીકરો અને દીકરી એક સમાન જ માનવામાં આવે છે, અત્યારે દીકરીઓ પણ દીકરાની જેમ બધા જ કામ કરી શકે છે. આજના આ લેખમાં એક ખેડૂત પુત્રીની સફળતાની કહાની જણાવીશું, હાલમાં જ એક ખેડૂત પુત્રીએ સમગ્ર ગુજરાતમાં પરિવારનું નામ રોશન કર્યું છે.

અથાગ પરિશ્રમ થકી દીકરી પી.આઇ ની પરીક્ષા પાસ કરીને અનોખી સિદ્ધિ મેળવી લીધી છે. વિરમ ગામના ડુમાણા ગામની ખેડૂની દીકરીએ આ સિદ્ધિ હાસલ કરી છે. ખેડૂત પુત્રીએ માત્ર 23 વર્ષની ઉંમરે પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા પાસ કરી લીધી, જ્યારે પુત્રી પીઆઈની પરીક્ષામાં પાસ થતા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી અને આ ગામમાં પણ લોકો વખાણ કરતા હતા.

દેવયાનીબા બાર આખા ગુજરાતમાં મહિલાઓમાં પ્રથમ નંબર મેળવીને ઇતિહાસ રચ્યો હતો. ખેડૂત પુત્રી દેવયાની બા બારડ ધોરણ દસમાં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે રહ્યા હતા. ત્યારબાદ તેમણે ધોરણ 12 માં 88% બાદમાં બી કોમ સાથે અમદાવાદથી સ્નાતકની પદવી મેળવી હતી.

આ દરમિયાન બી.કોમના અભ્યાસ દરમિયાન જ દેવ્યાનીબાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની શરૂ કરી હતી. ગ્રેજ્યુએટ થયા બાદ જુનિયર કારકુનની પરીક્ષામાં સફળતા મેળવીને અમદાવાદ જિલ્લા પંચાયતમાં જુનિયર કારકુન તરીકે ફરજ બજાવવાની શરૂઆત કરી હતી.

અથાગ પરિશ્રમ થકી ગુજરાત જાહેર સેવા આયોગની પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા મહિલા શ્રેણીમાં ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ કરી એક ઇતિહાસ રચ્યો હતો. દેવ્યાનીબા બારડની આ સફળતા બદલ સમગ્ર વિસ્તાર તથા ખાસ કરીને નાડોદા રાજપૂત સમાજ લાગણીઓની શુભેચ્છા સાથે ગૌરંવિત થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*