સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ઉજવાયો ભવ્ય હોળી ઉત્સવ… સેકડો ભક્તો અને સંતોએ મન મૂકીને મોજ કરી… જુઓ ભવ્ય હોળી ઉત્સવના કેટલાક ફોટા…

Published on: 12:28 pm, Wed, 8 March 23

વાત કરીએ તો અત્યારે સમગ્ર દેશભરમાં હોળી અને ધુળેટીનો ખૂબ જ સારો અને ભવ્ય પર્વ ચાલી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશભરમાં પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામની અંદર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિર ખાતે એક ખૂબ જ ભવ્ય હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુર ધામનો ભવ્ય હોળી ઉત્સવ ઉજવવા માટે સેકડો હરિભક્તો અહીં આવ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે, આ રંગોત્સવનું આયોજન વડતાલ ધામ દ્વિતીય શતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુર ધામના ઉપલક્ષણની અંદર યોજાયો હતો. ઉપરાંત હોળી અને ધુળેટીના પર્વ નિમિત્તે દાદાને વિશે શણગાર કરવામાં આવ્યો હતો.

મિત્રો તમને જણાવી દે કે આ રંગોત્સવમાં ઓર્ગેનિક રંગ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા. રંગોત્સવમાં 60 જેટલા ઢોલિઓ નાસિક ઢોલીના તાલે ધૂમ મચાવી ભક્તો હોળી રમ્યા હતા અને ત્યારબાદ રાસની રમઝટ બોલાવી હતી. આ ઉપરાંત દાદા સમક્ષ વિવિધ રંગો, પિચકારીઓ મૂકવામાં આવી હતી.

તેમજ કંકુ, અબીલ સહિતના ઓર્ગેનિક રંગ દાદાને અર્પણ કરવામાં આવ્યા હતા. તમામ રંગ દાદાને અર્પણ કર્યા બાદ સંતો દ્વારા ત્યાં આવેલા તમામ હરિભક્તો ઉપર રંગ ઉડાડીને ઉજવણી કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ ધુલેટીના નિમિત્તે દાદાને એક હજારથી પણ વધારે ચોકલેટ અર્પણ કરાઈ હતી.

મોટી સંખ્યામાં અહીં હરિભક્તો રંગોત્સવની ઉજવણી કરવા માટે આવ્યા હતા. તમામ હરિભક્તોએ મન મૂકીને અહીં મોજ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે 2500 કિલો કલર અને હવાની અંદર કલરના બ્લાસ્ટરની સાથે હરિભક્તોની સાથે સંતો પણ દાદાના ધામની અંદર રંગોત્સવનું ખૂબ જ વધારે ભવ્ય આયોજન કર્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે 50000 જેટલા હરિભક્તો અહીં રંગોત્સવ ઉજવવા માટે આવ્યા હતા. સાળંગપુર ધામે થયેલા રંગોત્સવની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ઉજવાયો ભવ્ય હોળી ઉત્સવ… સેકડો ભક્તો અને સંતોએ મન મૂકીને મોજ કરી… જુઓ ભવ્ય હોળી ઉત્સવના કેટલાક ફોટા…"

Leave a comment

Your email address will not be published.


*