મધ્યપ્રદેશના જબલપુર ની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જબલપુરના બરગીથી કોંગ્રેસના ધારાસભ્ય સંજય રાવળના નાના પુત્ર વિભવે ગુરૂવારના રોજ પોતાના પર રિવોલ્વર ચલાવી હતી. જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને ઇજાગ્રસ્ત હાલતમાં ભંડારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં તેનું મૃત્યુ થયું હતું. વિભાવે પોતાના પિતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ઘટનાસ્થળેથી 4 પેજની સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે આ ઘટના પાછળ કોઇ જવાબદાર નથી.
આ ઉપરાંત લખ્યું હતું કે મારો મિત્ર ઉપર જતો રહ્યો, હું પણ તેની પાસે જઈ રહ્યો છું. આ ઉપરાંત પોતાના મમ્મી-પપ્પાને સારા ગણાવ્યા હતા. મળતી માહિતી મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે વિભવ ઘરે હતો. તેની માતા કોઈ કામથી ભોપાલ ગઈ હતી.
અને વિભવના પિતા ગ્રામીણ બેઠકમાં સામેલ થવા માટે ગયા હતા. વિભવનો મોટોભાઈ સમર્થ યાદવ પેટ્રોલ પંપ પર ગયો હતો. અને ઘરે નોકર હરિનાથ જ હતો. મળતી માહિતી અનુસાર લગભગ બપોરના દોઢ વાગ્યાની આસપાસ ઘણા પહેલા માળેથી રિવોલ્વર ચલાવવાનો અવાજ આવ્યો હતો.
તેના કારણે ઘરનો નોકર હરિનાથ તાત્કાલિક ક્યાં પહોંચ્યો હતો. ત્યાં તેને વિભવને ઇજાગ્રસ્ત હાલતમાં જોયો હતો. અને તેની બાજુમાં લાયસન્સવાળી રિવોલ્વર પડી હતી. આ સમગ્ર ઘટનાની જાણ હરિનાથે સંજય યાદવને કરી હતી.
ત્યારબાદ તેને તાત્કાલિક ભંડારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને ત્યાં તેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર વિભવ ધોરણ 12માં સત્ય પ્રકાશ મદન મહલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તે સાયકોલોજીમાં અભ્યાસ કરતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment