કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વાહનોમાં ઇથેનોલ નેઅન્ય ફ્યુઅલ ની સરખામણીએ ઉત્તમ વિકલ્પ ગણાવતા તેનો ઉપયોગ પર ભાર મૂક્યો છે. તેમને કહ્યું કે આવનારા દિવસોમાં ફ્લેક્સ ફ્યુઅલ
એન્જિન ફરજિયાત કરી દેવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારી બેન્ક ના કાર્યક્રમમાં બોલતા તેઓ એક રશિયન ટેકનોલોજી નો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેના દ્વારા પેટ્રોલ અને ઇથેનોલ ના કેલોરિફિક વેલ્યુ ને બરાબર કરી શકાય છે.
જો આમ બન્યું તો તમામ પેટ્રોલ પંપ ને ઇથેનોલ પંપ માં ફેરવવામાં આવી શકે છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર સરકારને પશ્ચિમી મહારાષ્ટ્રમાં સો ટકા ઇથેનોલ પર ચાલતી ઓટો રીક્ષા
ની પરમીશન આપવા ની અપીલ કરી છે. આ બાજુ કેન્દ્ર સરકારે બુધવારે 2025 સુધીમાં 20% દ્રોપિંગ મેળવવાના પોતાના લક્ષ્યાંક હેઠળ ડિસેમ્બરથી શરૂ થનારા વર્ષ 2021-22 માટે પેટ્રોલમાં બલેન્ડિંગ
માટે શેરડી માંથી કાઢવામાં આવેલ આ ઇથેનોલ ની કિંમત 1.47 રૂપિયા પ્રતિ લીટર સુધી વધારો કરાયો છે. આપને જણાવી દઇએ કે આની કિંમત 62 રૂપિયા હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!