ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપના દિગ્ગજ નેતા એ આપ્યું મહત્વનું નિવેદન,નિવેદન સામે આવતા ગરમાવો

Published on: 8:42 am, Fri, 12 November 21

રાજપીપળામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ દરમ્યાન સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. તેઓએ નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં ખુબ ઓછા સમયમાં વિધાનસભા

ચૂંટણી આવશે. ભાજપની બેઠક આજે પાટીલ સાહેબને આપવાની છે અને આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે અને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડીશું. નર્મદા જિલ્લાની તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થાય તેવો દાવો કર્યો હતો.

એક તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ થઈ રહ્યા છે કે ચૂંટણી સમયસર થશે પરંતુ જો ભાજપના નેતાઓના નિવેદનથી લાગી રહ્યું છે કે અંદરખાને જાણે ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ કરવા માટે

આદેશ આપી દેવાયા હોય. ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ સાંસદ મનસુખ વસાવાની ચૂંટણીના નિવેદન થી રાજકીય ગરમાવો લાવી દીધો છે.

ભાજપની 182 બેઠક પૂર્ણ કરવા નર્મદા જિલ્લાની બે સીટો આપવાની વાત કરી હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહમિલન સમારોહને સંબોધતા જણાવ્યું કે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના સર્વાંગી વિકાસ માટે એક લાખ કરોડની વનબંધુ કલ્યાણ ના બીજા તબક્કાની અમલમાં લાવવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!