ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને આજકાલના યુવાનો અને યુવતીઓ ઘણી વખત નાની-નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે જેતલસર ગામમાં રહેતા ઉદ્યોગપતિ વ્યક્તિના ઉતરાયણ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવી લીધો છે.
આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારમાં સુખ અને શાંતિ હતી છતાં પણ દીકરાએ આ પગલું શા માટે ભર્યું હશે તેવા દરેક લોકોના મનમાં સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઘટનાની માહિતી મળતા જ જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા દીકરાને કોઈપણ પ્રકારની એવી બીમારી પણ ન હતી કે જેના કારણે તે આ પ્રકારનું પગલું ભરી લે. અભ્યાસ અંગે પણ તેને કોઈ કડક ટકોર કર્યો નથી. છતાં પણ દીકરાએ આ પગલું શા માટે ભર્યું તેની તપાસમાં પોલીસ મૂંઝવણમાં પડી ગઈ છે. મૃત્યુ પામેલા દીકરાનું નામ આર્યન હતું અને તેની ઉંમર 16 વર્ષની હતી.
બધી માહિતી અનુસાર જેતપુર તાલુકાના જેતલસર ગામમાં રહેતો અને એનઆઇઆર રસિક ગોંડલીયાના ભત્રીજા એવા સુનીલ જેન્તીભાઈ ગોંડલીયાના 16 વર્ષના દીકરા આર્યને પોતાના ઘરે બે દિવસ પહેલા ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા આજ ચારે બાજુમાં તમે છવાઈ ગયો હતો.
માત્ર 16 વર્ષના દીકરાનું મોત થતાં ગામમાં પણ શોકનું મોજો ફરી વળ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને અગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આર્યનના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
આર્યને શા માટે આ પગલું ભર્યું તેની તપાસ માટે પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. આર્યનને જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન હતું અને તેની સાથે કોઈ પણ પ્રકારનો દૂર વ્યવહાર પણ ન થયો હતો. છતાં પણ તેને આ પગલું શા માટે ભર્યું તે સવાલ દરેક લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment