જુનાગઢના આ પરિવાર પોતાની લાડકી દીકરીના લગ્નની કંકોત્રીમાં એવું જોરદાર લખાણ લખાવ્યું કે, કલેકટર સાહેબે પણ વખાણ કરતા કહ્યું કે…

Published on: 10:57 am, Sun, 20 November 22

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલમાં ગુજરાતમાં લગ્નની ચાલી રહી છે. હાલમાં લગ્નની સિઝનમાં લગ્નની અનોખી કંકોત્રી છપાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમે સોશિયલ મીડિયા પર લગ્નની કંકોત્રી ના અલગ અલગ પ્રકારના વિડીયો અને ફોટા જોયા હશે. અમુક લોકો પોતાના દીકરા કે દીકરીના લગ્નમાં કંકોત્રીની અંદર કંઈક એવું છપાવતા હોય છે કે જેના વિશે જાણીને લોકો વખાણ કરતા થાકતા નથી.

ત્યારે આજે આપણે એક કંકોત્રી ની અંદર લખાવેલા અનોખા લખાણ વિશે વાત કરવાના છીએ. મિત્રો થોડા સમય પહેલા ભાવનગરની અંદર ગોહિલ પરિવાર દ્વારા લગ્નની એક અલગ પ્રકારની કંકોત્રી બનાવવામાં આવી હતી. આ કંકોત્રીનો ઉપયોગ ચકલીના માળા તરીકે પણ કરી શકાતો હતો.

થોડાક દિવસો પહેલા રાજકોટની એક કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ હતી. એક યુવક દ્વારા કંકોત્રીમાં ચૂંટણીલક્ષી લખાણ લખાવામાં આવ્યું હતું. આ વ્યક્તિએ લોકોમાં મતદાનને લઈને જાગૃતતા આવે તે માટેનું લખાણ પોતાની કંકોત્રી ની અંદર લખાવ્યું હતું.

હાલમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવા માટે દિવસ રાત મહેનત કરી રહે છે. બીજી તરફ તંત્ર દ્વારા લોકોમાં મતદાનને લઈને જાગૃતતા આવે તે માટેના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે જૂનાગઢના કાચા પરિવારે પોતાની લાડકી દીકરીના લગ્ન પ્રસંગની અંદર ચૂંટણીલક્ષી લખાણ લખાવ્યું છે. જૂનાગઢના આ પરિવારે જાગૃત નાગરિકની ફરજ બજાવીને કંકોત્રી ઉપર મતદાનની જાગૃતતા માટે સિંહના ચિહન સાથે સંદેશ છપાવ્યો છે. જૂનાગઢના રહેવાસી રવજીભાઈ કાચાભાઈ પોતાની દીકરી રિયાના લગ્ન 2 ડિસેમ્બરને રોજ યોજવાના છે.

તેમને પોતાની દીકરીના લગ્નની કંકોત્રીમાં અનોખું લખાણ લખાવ્યું હતું કે, અવસર લોકશાહીનો અવસર મતદાન આવું હેન્ડલ પણ છપાવ્યું હતું અને જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા ઘોષિત કરાયેલા ચુનાવ ચિન્હાને પ્રિન્ટ પણ કરાવ્યું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ જેન્તીભાઈ લગ્નની અંદર આવનાર તમામ મહેમાનોને આમંત્રણ પત્રિકા આપી હતી અને કહ્યું હતું કે મતદાન કરો ત્યારબાદ લગ્નમાં આવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જુનાગઢના આ પરિવાર પોતાની લાડકી દીકરીના લગ્નની કંકોત્રીમાં એવું જોરદાર લખાણ લખાવ્યું કે, કલેકટર સાહેબે પણ વખાણ કરતા કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*