આ બેનને જેમ તેમ ન ગણતા..! જે કામ કરવામાં પુરુષોના પરસેવા છૂટી જાય છે, તે કામ આ મહિલા કરે છે…

Published on: 9:18 pm, Sat, 19 November 22

મિત્રો પહેલાના જમાનામાં મહિલાઓને પુરુષની સરખામણીમાં નબળી માનવામાં આવતી હતી. પરંતુ આજે મહિલાઓ ખૂબ જ આગળ વધી ગઈ છે. મિત્રો ઘણી વખત મહિલાઓની ઘણું બધું કામ કરવું હોય પરંતુ સમાજની ઘણી બધી રીતે રિવાજ અને આટા ધુંટીના કારણે મહિલાઓ તે કામ કરી શકતી નથી અથવા તો ઘણી વખત પુરુષો મહિલા અને કામ કરવા દેતા નથી.

પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે મહિલાઓ પગભર થઈ ગઈ છે.ત્યારે આજે આપણે એક આત્માનિર્ભર મહિલા વિશે વાત કરવાના છીએ. આ મહિલાના કામ વિશે સાંભળીને ભલભલા પુરુષોના પણ પરસેવા છૂટી જશે.આજે આપણે તેલંગણાની આત્મા નિર્ભર મહિલા વિશે વાત કરવાના છીએ. આ મહિલાનું નામ આદિલલક્ષ્મી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે થોડાક દિવસો પહેલા આ મહિલાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. વાયરલ થયેલા ફોટામાં જોવા મળ્યું હતું કે મહિલા મોટા મોટા ટ્રક અને મોટા મોટા વાહનોના પૈડા ખોલી રહે છે. આદિલક્ષ્મી પોતાના પતિને મદદરૂપ થવા માટે દરરોજ પતિ સાથે દુકાન પર કામકાજ કરે છે. આદિલક્ષ્મીની પતિની વાત કરીએ તો તેનો પતિ મોટા મોટા ટ્રકના ટાયરના પંચર કરવાનું કામકાજ કરે છે.

તે ઘરનું કામ પણ કરે છે અને સાથે સાથે દુકાન પર પોતાના પતિને મદદરૂપ પણ થાય છે. તેલંગાણાની અંદર આવેલા કોઠગુડેમ જિલ્લાના સુજાતનગરમાં આદિલક્ષ્મી અને તેમનું આખું પરિવાર રહે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આદિલક્ષ્મી ટ્રકના વેલ્ડીંગથી લઈને પંચર સુધીનું કામ કરે છે.

મોટા મોટા ટ્રકના ટાયર ખોલવા એ જેવા તેવા વ્યક્તિનું કામ નથી. આ કામ કરવા માટે ખૂબ જ મહેનત અને બળ લાગે છે. જે મોટા મોટા ટ્રકના ટાયર ખોલવા અથવા તો ફીટ કરવા અથવા તો તેમાં પંચર કરવામાં ભલભલા લોકોના પરસેવા છૂટી જતા હોય છે તેવું કામ આ આદિલક્ષ્મી ખુબ જ સરળતાથી કરી આપે છે.

આદિ લક્ષ્મી એ જણાવ્યું કે અમારા ઉપર દેવું દિવસેને દિવસે વધી રહ્યું હતું જેથી દેવું ઘટાડવા માટે મેં મારા પતિ સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. આજે આદિલક્ષ્મી દરેક મહિલાઓ માટે એક ઉદાહરણરૂપ સાબિત થઈ ગઈ છે. આદિલક્ષ્મીની ચર્ચાઓ ચારે બાજુ સોશિયલ મીડિયામાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ બેનને જેમ તેમ ન ગણતા..! જે કામ કરવામાં પુરુષોના પરસેવા છૂટી જાય છે, તે કામ આ મહિલા કરે છે…"

Leave a comment

Your email address will not be published.


*