દેશમાં ધીમે ધીમે કોરોના ની બીજી લહેર ઘટી રહી હતી. ત્યારે છેલ્લા 24કલાકમાં ફરી એક વખત કોરોના કેસનો આંકડો 40000 ને પાર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના નવા 42015 કેસ નોંધાયા છે.
અને કોરોના ને કારણે છેલ્લા 24કલાકમાં 3998 લોકોના મૃત્યુ થયા છે. ઉપરાંત છેલ્લા 24 કલાક ના કોરોના માંથી 36977 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 31216337 કોરોના ના કેસો નોંધાયા છે.
એક્ટિવ કેસનો આંકડો 407170 નોંધાયો છે. આ ઉપરાંત કોરોના માંથી 30390687 લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના ના કારણે 418480 લોકોના મૃત્યુ થયા છે.
સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં દેશમાં 415472455 લોકોએ કોરોના ની રસી લીધી છે. દેશમાં કોરોના થી મૃત્યુ દર 1.33 ટકા છે જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધારે છે.
સમગ્ર વિશ્વમાં કોરોના ના કેસ મામલે વિશ્વમાં ભારત સાતમા સ્થાન પર છે. અને કુલ કોરોના કેસની સંખ્યામાં ભારત બીજા નંબર પર છે. સમગ્ર વિશ્વમાં અમેરિકા, બ્રાઝિલ બાદ ભારત ત્રીજા નંબર પર મૃત્યુના સ્થાન પર છે.
ઉપરાંત ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે ગુજરાતમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર, આણંદ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, ભરૂચ, છોટા ઉદયપુર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ગાંધીનગર, કોર્પોરેશન ગાંધીનગર જુનાગઢ કોર્પોરેશન, મહેસાણા, મોરબી, નર્મદા, મહીસાગર, ખેડા, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, પંચમહાલ, પાટણ, સુરત ગ્રામ્ય વિસ્તાર, તાપી અને વલસાડ માં કોરોના નો એક પણ કેસ નોંધાયો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment