કોરોના પ્રતિબંધોની રાહત પડી મોંઘી, રાજ્યમાં આટલા દિવસના કડક લોકડાઉન ની જાહેરાત…

Published on: 6:23 pm, Wed, 21 July 21

દેશમાં કોરોના ની બીજી લહેર ઓછી થતા અનેક રાજ્યોમાં કોરોના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા ત્યારે કેરળમાં ફરી એક વખત સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. કેરળ સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન ફક્ત 24 અને 25 જુલાઇ દરમિયાન કડક લોકડાઉન રાખવામાં આવશે.

કેરળમાં દિવસેને દિવસે કોરોના ના કેસો વધી રહ્યા છે અને મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે. આ ઉપરાંત કેરળના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાના પ્રતિબંધો હજુ બે અઠવાડિયા સુધી ચાલુ રહેશે.

કારણ કે રાજ્યમાં સંક્રમણ દર હજુ પણ 10 ટકાથી ઉપર છે. આ ઉપરાંત મુખ્ય મંત્રીશ્રીનું નિવેદન સામે આવ્યું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે બકરી ઈદ પહેલા સંક્રમણના ઉચ્ચ દર ધરાવતી વસ્તીમાં લોકડાઉન ના પ્રતિબંધો હળવા કરવાના રાજ્ય સરકારના નિર્ણયને અમાન્ય ગણાવ્યો હતો.

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આદેશ રાજ્ય સરકાર માટે એક મોટો ઝટકો છે. આ ઉપરાંત રાજ્યના ભાજપ પ્રમુખે પત્રકારોને જણાવ્યું હતું કે આ પીનરાય સરકારના ચહેરા પર થપ્પડ છે.

ઉપરાંત ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે ગુજરાતમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર, આણંદm, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, છોટા ઉદયપુર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ગાંધીનગર, કોર્પોરેશન ગાંધીનગર

જુનાગઢ કોર્પોરેશન, મહેસાણા, મોરબી, નર્મદા, મહીસાગ,ર ખેડા, પોરબંદ,ર રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, પંચમહાલ, પાટણ, સુરત ગ્રામ્ય વિસ્તાર, તાપી અને વલસાડ માં કોરોના નો એક પણ કેસ નોંધાયો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "કોરોના પ્રતિબંધોની રાહત પડી મોંઘી, રાજ્યમાં આટલા દિવસના કડક લોકડાઉન ની જાહેરાત…"

Leave a comment

Your email address will not be published.


*