આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે ત્યારે રીવામાં એક અકસ્માત બન્યું છે. મળતી માહિતી મુજબ એક બાઈક સવાર ને પાછળથી એક બેકાબૂ ટ્રકે ટક્કર મારી હતી. ટ્રકચાલકે યુવકને ટક્કર મારતાં યુવકનું માથું ધડથી અલગ થઇ ગયું હતું.
મળતી માહિતી મુજબ બાઇક સવાર યુવક ફોનમાં વાત કરી રહ્યો હતો. મૃત્યુ પામેલા યુવકની હજુ કોઈ પણ પ્રકારની ઓળખ મળી નથી. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
અને બાઇકના નંબરના આધારે પરિવારના સભ્યોની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ 30 પર રાયપુરા માં થયો છે.
આ સમગ્ર અકસ્માતમાં બાઇક ચાલકનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. આ ઉપરાંત માંગવાન પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ દ્વારા પાંચ થી 10 કિલોમીટર દૂર નો પીછો કરવામાં આવ્યો હતો.
અને ત્યારબાદ ધેરો નાખતી વખતે ટ્રક ચાલક ઝડપાયો હતો. આ ઉપરાંત પોલીસ દ્વારા બાઇકના નંબરના આધારે પરિવારના સભ્યો ની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
આ સમગ્ર અકસ્માત થયા બાદ પોલીસે બાઈક સવાર ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment