રાજકોટમાં ચેકડેમમાં ન્હાવા પડેલી 5 લોકોમાંથી 3 યુવતીના ડૂબવાથી મૃત્યુ….

83

એ ખૂબ જ દુઃખ દાયક ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના રાજકોટની છે. રાજકોટના કાંગશીયાળી ગામમાં આવેલા ચેકડેમમાં મળતી માહિતી મુજબ કુલ પાંચ લોકો નાહવા માટે પડ્યા હતા તે દરમિયાન તેમાંથી ત્રણ યુવતીઓને ડૂબી જવાના કારણે મૃત્યુ થયા છે.

સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત ત્રણ યુવતીઓના મૃતદેહને ચેકડેમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. ત્રણેય યુવતીઓ ચેકડેમમાં કેવી રીતે ડૂબી હજી તેનું કારણ સામે આવ્યું નથી.

પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ યુવતીની ઉંમર 18 થી 24 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે યુવતીઓ ડૂબી ગઈ ત્યારે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થઈ અને સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને ફોન કરીને સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત તપાસમાં યુવતીના નામ સામે આવ્યા છે તેમાં દેવીપુજક પરિવાર ની 18 વર્ષની કોમલબેન ચના ભાઈ દેવીપુજક, 24 વર્ષના સોનલ બેન કાળુભાઈ અને 35 વર્ષના મીઢોર બેન સહિતના ત્રણ યુવતીઓ ના મૃત્યુ થયા છે.

આ ઉપરાંત ચેકડેમમાં ડૂબી રહેલી બે મહિલાઓને સલામત રીતે બચાવી લેવામાં આવી હતી. મૃત્યુ પામેલી ત્રણ યુવતીઓ ઊંડા પાણીમાં ચાલી ગઈ હતી તે માટે તેઓ ના મૃત્યુ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!