આ વર્ષે ગુજરાત રાજ્યમાં ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના કારણે પૂર જેવી પરિસ્થિતિઓ પણ સર્જાઇ હતી. આ વર્ષે ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ નહિવત થઈ ગયો છે. અને રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે.
પરંતુ હજુ તો ચોમાસું એમ પૂરું નહીં થાય. ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી સામે આવતા જ ગરબા રસિકોમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું છે.
કોરોનાના કારણે લગભગ છેલ્લા બે વર્ષથી નવરાત્રીના મોટા આયોજને થયા ન હતા. ત્યારે આ વર્ષે અનેક જગ્યાઓ પર નવરાત્રીના આયોજનો અત્યારથી જ થવા લાગ્યા છે. આ વર્ષે 26 તારીખના રોજ નવરાત્રી શરૂ થવાની છે. આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીના વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ ની આગાહી સાંભળીને ગરબાના રસિકો નિરાશ થઈ ગયા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નવરાત્રીના દિવસોમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 26 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બર સુધીમાં અલગ અલગ ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે બુધ અને શુક્ર રાશિમાં હોવાના કારણે વરસાદની શક્યતાઓ છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, પર્વત આકારનો મેઘ દેખાશે ત્યારે વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ખાસ કરીને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના થોડાક વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં હવાનું દબાણ ઊભું થશે. જેના કારણે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ વરસાદની સંભાવના વધી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment