રાજકોટમાં નાની એવી બાબતમાં બે છોકરીઓ વર્ગખંડની અંદર બાખડી પડી…વાળ પકડીને કરી ઝપાઝપી…જુઓ વિડિયો

Published on: 11:11 am, Wed, 31 August 22

રાજકોટ શહેરમાં શિક્ષણ જગત પર આંગળી ચીંધતો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ શૈક્ષણિક સંસ્થામાં વર્ગખંડની અંદર નજીવી બાબતમાં બે વિદ્યાર્થીનીઓ બાખડી પડી છે. બંને એકબીજાને મન ફાવે તેમ અપશબ્દો બોલી રહે છે.

જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો કયા સમયનો અને કઈ સંસ્થાનો છે તેની હજુ કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી. પરંતુ સોશિયલ મીડિયામાં આ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, રાજકોટ શહેરમાં એક શૈક્ષણિક સંસ્થામાં વર્ગખંડની અંદર બે છોકરીઓ બાખડી પડી હતી. મળતી માહિતી અનુસાર બંને નજીવની બાબતમાં બાખડી પડી હતી. બંને વર્ગખંડની અંદર એકબીજા પર અપશબ્દો નો પ્રહાર કરતી જોવા મળી રહે છે.

બંને વિદ્યાર્થીનીઓનો ઝઘડો એટલો વધી ગયો કે બંને એકબીજા ઉપર પ્રહાર કરે છે. વર્ગખંડમાં હાજર એક કોઈ વિદ્યાર્થીની એ આ સમગ્ર દ્રશ્ય પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને વિદ્યાર્થીનીઓ એકબીજાના વાળ પકડીને ઝપાઝપી કરી રહી છે.

ત્યાં હાજર લોકો તેને રોકવાની બદલે વિડીયો ઉતારી રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડિયો ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બેન્ચ પર બેઠેલી વિદ્યાર્થીની જાણે રોફ જમાવતી હોય તેમ અન્ય વિદ્યાર્થીનીઓ સાથે માથાકૂટ કરી રહે છે.

જાણે તે કોઈ બુટલેગર ન હોય તેવી રીતે વર્ગખંડમાં મન ફાવે તેમ અપશબ્દ બોલી રહે છે. આ વિડીયો કયા સમયનો અને કઈ શૈક્ષણિક સંસ્થાનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ મામલે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં નાની એવી બાબતમાં બે છોકરીઓ વર્ગખંડની અંદર બાખડી પડી…વાળ પકડીને કરી ઝપાઝપી…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*