રાજકોટમાં પૂરપાટ ઝડપે આવતીકાલે બાઈક પર સવાર બે યુવકોને લગાવી જબરદસ્ત ટક્કર, બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ…બે પરિવારે બે જુવાનજોધ દીકરા ગુમાવ્યા…

Published on: 1:10 pm, Wed, 31 August 22

ગુજરાત રાજ્યમાં દિવસે અને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટના ગોંડલ રોડ પર મોડી રાત્રે બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં પૂરપાટ ઝડપે આવતીકાલે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બે યુવકો ફંગોળાઈને રોડ પર નીચે પડ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં સંતોષ અને સુનીલ નામના યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર સંતોષ અને સુનીલના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળે જ કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બનતા જ આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંને યુવક અને મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મળતી માહિતી અનુસાર ગોંડલ રોડ પર મક્કમ ચોક પાસે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલી GJ 03 JL 5444 નંબરની કારે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર 18 વર્ષીય સંતોષ અને 19 વર્ષીય સુનિલ નામના યુવકો ફંગોળાઈને રોડ પર નીચે પડ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બંને યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણસર બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.

બંનેના પરિવારે જુવાનજોધ દીકરા ગુમાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા સંતોષ અને સુનિલના મૃતદેહને 108 ના મારફતે માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગંભીર અકસ્માતની ઘટનાની જાણ થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધ કોણે હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર કારની સ્પીડ આટલી હતી કે રોડની સાઈડમાં ઉભા વીજળી ટ્રાન્સફોર્મરને ત્રાસો કરી નાખ્યો હતો. આ ઘટનાની જાણ થતા PGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં પૂરપાટ ઝડપે આવતીકાલે બાઈક પર સવાર બે યુવકોને લગાવી જબરદસ્ત ટક્કર, બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ…બે પરિવારે બે જુવાનજોધ દીકરા ગુમાવ્યા…"

Leave a comment

Your email address will not be published.


*