સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના આખા ગામને આપ્યું દિવાળીનું અનોખું ગિફ્ટ, આખું ગામ રાજીને રેડ થઈ ગયું…

મિત્રો તમે સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા એવા ગોવિંદભાઈ ધોળકિયાને તો જરૂર ઓળખતા હશો. ત્યારે આજે આપણે ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના ગામ માટે કરેલા એક સુંદર કાર્ય વિશે વાત કરવાના છીએ. તાજેતરમાં જ ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના મૂળ વતન દુધાળા ગામના બધા લોકોને દિવાળીની એક મોટી ભેટ આપી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા સેવાના કાર્યોમાં અગ્રેસર રહે છે. આ પહેલા પણ તેમને ઘણા બધા સેવાના કાર્ય કર્યા છે. પરંતુ આ વર્ષે ગોવિંદભાઈ ધોળકિયાએ દિવાળી પર તેમના ગામના લોકોને એક અનમોલ ભેટ આપી છે.

હાલમાં તેની ચર્ચા સમગ્ર રાજ્યભરમાં ચાલી રહે છે. ગોવિંદભાઈ ધોળકિયાના આ કાર્યથી બધા લોકો ખૂબ જ ખુશ છે અને તેમની પ્રશંસા કરી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે ગોવિંદભાઈ ધોળકિયા “શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ” નામની હીરા કંપનીના માલિક છે. તેમણે અમરેલી જિલ્લામાં આવેલા તેમના દુધાળા ગામ માટે સોલાર સિસ્ટમ લગાવવાનું કાર્ય કર્યું છે.

મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે આ સોલાર સિસ્ટમના કારણે અંદાજિત ગામના 850 પરિવાર હવે સૌર ઉર્જાથી ઉત્પાદિત થયેલી વીજળીનો ઉપયોગ કરી શકશે. મિત્રો આ સમગ્ર પ્રોજેક્ટનો બધો ખર્ચો ગોવિંદભાઈ ધોળકિયાએ અને તેમની કંપનીએ ઉઠાવ્યો છે.

સોલાર સિસ્ટમનો આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દેશનું એકમાત્ર એવું ગામ બની જશે જે વીજળીની બાબતે સંપૂર્ણ આત્મનિર્ભર રહેશે. કારણકે કોઈપણ પ્રકારની સરકારની સબસીડી વિના અહીં વીજળીનું ઉત્પાદન થઈ શકશે. જેના કારણે આ ગામ વીજળીની બાબતે સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનશે.

સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે સોલાર સિસ્ટમ પ્રોજેક્ટ માટે ગોવિંદભાઈ ધોળકિયાએ અત્યાર સુધીમાં 2 કરોડ રૂપિયાથી પણ વધારેનો ખર્ચો કર્યો છે. ગોવિંદભાઈ ધોળકિયાના આ કાર્યની ચર્ચાઓ હાલમાં ચારે બાજુ ચાલી રહે છે અને લોકો તેમના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*