ફ્રી માં આંખના ઓપરેશનના નામે ડોક્ટરે વૃદ્ધ વ્યક્તિની આંખ કાઢી લીધી અને એની જગ્યાએ કાચની ગોળી ફીટ કરી દીધી, થોડા દિવસો પછી જ્યારે આંખમાં બળતરા ઉપડી ત્યારે ખબર પડી કે….

Published on: 4:25 pm, Thu, 13 October 22

થોડાક દિવસો પહેલા એક ચોકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. ડોક્ટરે ઓપરેશનના નામે રોજ વ્યક્તિના શરીરનું મહત્વનું અંગ કાઢી લીધું છે. ડોક્ટરે ઓપરેશનના નામે વૃદ્ધ વ્યક્તિની આંખ કાઢીને તેમાં કાચની ગોળી ફીટ કરી દીધી હતી.

આંખમાં અચાનક જ બળતરા ઉપડતા વૃદ્ધ વ્યક્તિએ આંખ ખંજોળી હતી. આ દરમિયાન આંખમાં ફીટ કરેલી કાચની ગોળી હાથમાં આવી હતી અને ગોળી જોઈને વૃદ્ધ વ્યક્તિ ડરી ગયા હતા. આ ઘટના ઝારખંડના જમશેદપુરમાં બની હતી. અહીં વૃદ્ધ વ્યક્તિ સાથે આંખના ઓપરેશન દરમિયાન છેતરપંડીની ઘટના બની હતી.

મિત્રો શિલાના કીટાડીહ ગામના એક વૃદ્ધ વ્યક્તિના આંખમાંથી કાચની ગોળી નીકળી હતી. આ જોઈને પરિવારના સભ્યો ચોકી ઉઠ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પરિવારના લોકોએ જણાવ્યું કે તેમની સાથે છેતરપિંડી થાય છે. આ ઘટના બનતા જ આરોગ્ય વિભાગ એક્શન બોર્ડમાં આવી ગયું છે.

આ ઘટનાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે કે, વૃદ્ધ ગંગાધર સિંહના ઓપરેશન બાદ તેમના આંખમાં કાચની ગોળી ક્યાંથી આવી અને આંખ કોને કાઢી લીધી આ વાતની તપાસ હાલમાં ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા સિવિલ સર્જન ઘાટસેલા સબ ડિવિઝન હોસ્પિટલ પહોંચ્યા અને સમગ્ર ઘટનાને લઈને તપાસ ચાલુ કરી હતી.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરીયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ગંગાધર સિંહનું 18 સપ્ટેમ્બર 2022ના રોજ આંખનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. તેમને જમશેદપુરની કેસીસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મહિલા સંસ્થાની સભ્ય હોવાનું જણાવી ઓપરેશનના નામે કેટલાક લોકો ગંગાધર સિંહને પોતાની સાથે લઈ ગયા હતા.

બીજા દિવસે ઓપરેશન થઈ ગયા બાદ વૃદ્ધ વ્યક્તિને તેમના ઘરે છોડી દેવામાં આવ્યા હતા. થોડાક દિવસો પછી ગંગાધર સિંહની આંખમાં અચાનક જ બળતરા ઉપડી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ફ્રી માં આંખના ઓપરેશનના નામે ડોક્ટરે વૃદ્ધ વ્યક્તિની આંખ કાઢી લીધી અને એની જગ્યાએ કાચની ગોળી ફીટ કરી દીધી, થોડા દિવસો પછી જ્યારે આંખમાં બળતરા ઉપડી ત્યારે ખબર પડી કે…."

Leave a comment

Your email address will not be published.


*