પિતાએ અને મોટા બાપુજીએ આ કારણોસર 14 વર્ષની માસુમ દીકરીને દર્દનાક મૃત્યુ આપ્યું, માસુમ દીકરીનું તડપી તડપીને એવી રીતે મૃત્યુ થયું કે…સમગ્ર ઘટના સાંભળીને રુવાટા ઉભા થઈ જશે…

Published on: 3:02 pm, Thu, 13 October 22

મિત્રો ગીર સોમનાથમાં એક કાળજુ કંપાવી દેનારી ઘટના બની છે. ગીર સોમનાથના તાલાલાના ધાવા ગીરી ગામની 14 વર્ષની માસુમ દીકરીના જીવ લેવાની ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. દીકરીનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ દીકરીના પિતા અને મોટા બાપુજીએ જ લીધો છે. આરોપી પિતાએ માસુમ દિકરીનો જીવ લેવાની સમગ્ર ઘટનાથી પોતાની પત્નીને અજાણ રાખેલી. આરોપીએ પોતાની દીકરીના અંતિમસંસ્કાર કર્યા બાદ આ ઘટનાની જાણ તેની માતાને કરી હતી.

આ ઘટનાની જાણ થતા જ દીકરીના નાનાએ તેના જમાઈ અને તેના મોટાભાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં દીકરીના પિતા અને મોટા બાપુજી પોલીસની કસ્ટડીમાં છે. મૃત્યુ પામેલી માસુમ દીકરીનું નામ ધૈર્યાને હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 14 વર્ષની માસુમ દીકરીને વળગાટ હોવાની શંકા ના આધારે તેના પિતા અને મોટા બાપુજીએ તાંત્રિક વિધિના રવાડે ચડીને અમાનુષી અત્યાચાર કરીને દીકરીનો જીવ લઈ લીધો હતો.

આરોપી પિતાનું નામ ભાવેશભાઈ અકબરી છે. ભાવેશભાઈ અકબરી પોતાની 14 વર્ષની દીકરી અને પત્ની સાથે સુરતમાં રહેતા હતા. તેમના વતન ધાવા ગીર ગામમાં 20 વીઘા પરિવારની ખેતીની જમીન પણ હતી. મળતી માહિતી અનુસાર થોડાક મહિના પહેલા જ ભાવેશભાઈ પોતાની દીકરી ધૈર્યાને અભ્યાસ અર્થે પોતાના ગામની નજીક આવેલી શાળામાં એડમિશન કરાવીને તેમના ભાઈની પાસે રહેવા માટે મૂકીને ગયા હતા.

આઠ તારીખના રોજ ભાવેશભાઈ ના મોટાભાઈ દિલીપભાઈ અકબર એ ટેલીફોનિક વાતચીત વડે દીકરીના નાના વાલજીભાઈ ડોબરીયાને સમાચાર આપ્યા હતા કે ધૈર્યાનું ચેપી રોગના કારણે મૃત્યુ થયું છે. જેના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ ભાવેશભાઈ દીકરીની માતાની રાહ જોયા વગર દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. આ વાતની દીકરીના નાના વાલજીભાઈને શંકા ગઈ હતી. જ્યારે ગઈકાલે વાલજીભાઈ ધાવા ગામમાં જતા હતા ત્યારે તેમને વાત મળી કે, તેમની ધૈર્યાનું મૃત્યુ બીમારીથી નથી થયું.

પરંતુ તાંત્રિક વિધિના બહાને તેમના જમાઈ ભાવેશ અને તેના ભાઈ દિલીપ એ તેની જ વાડીમાં દીકરીનો જીવ લઇ લીધો છે તેવી માહિતી વાલજીભાઈ ને મળી હતી. ત્યારબાદ વાલજીભાઈ આ સમગ્ર ઘટનાને લઈને તેમના જમાઈના ભાઈ દિલીપભાઈ ને પૂછ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે, 14 વર્ષની ધૈર્યાને વળગાટ હોવાથી તેના ભાઈ ભાવેશના કહેવાથી ધૈર્યાને જુના કપડાં પહેરાવીને તેના માંથી વળગાટ કાઢવા માટે એક તારીખના રોજ બપોરે 3:00 વાગ્યાની આસપાસ અમારી વાડીએ લઈ ગયા હતા.

આ વાતની દીકરીના નાના વાલજીભાઈને શંકા ગઈ હતી. જ્યારે ગઈકાલે વાલજીભાઈ ધાવા ગામમાં જતા હતા ત્યારે તેમને વાત મળી કે, તેમની ધૈર્યાનું મૃત્યુ બીમારીથી નથી થયું. પરંતુ તાંત્રિક વિધિના બહાને તેમના જમાઈ ભાવેશ અને તેના ભાઈ દિલીપ એ તેની જ વાડીમાં દીકરીનો જીવ લઇ લીધો છે તેવી માહિતી વાલજીભાઈ ને મળી હતી.

ત્યારબાદ વાલજીભાઈ આ સમગ્ર ઘટનાને લઈને તેમના જમાઈના ભાઈ દિલીપભાઈ ને પૂછ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે, 14 વર્ષની ધૈર્યાને વળગાટ હોવાથી તેના ભાઈ ભાવેશના કહેવાથી ધૈર્યાને જુના કપડાં પહેરાવીને તેના માંથી વળગાટ કાઢવા માટે એક તારીખના રોજ બપોરે 3:00 વાગ્યાની આસપાસ અમારી વાડીએ લઈ ગયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાએ અને મોટા બાપુજીએ આ કારણોસર 14 વર્ષની માસુમ દીકરીને દર્દનાક મૃત્યુ આપ્યું, માસુમ દીકરીનું તડપી તડપીને એવી રીતે મૃત્યુ થયું કે…સમગ્ર ઘટના સાંભળીને રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*