સુરતના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો ફેનીલ ગોયાણી નામના યુવકે જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે સુરત ગ્રીષ્મા કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યારે ફેનીલ ગોયાણીની આખો દિવસ વિશે નિવેદન લેવામાં આવ્યું હતું.
ત્યારે ન્યાયિક કાર્યવાહીને આટોપી લઈને મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસની તબિયત સારી ન હોવા છતાં પણ આ કેસની સ્પીડી ટ્રાયલને આગળ વધારી હતી. કોર્ટમાં બચાવપક્ષ દ્વારા એક પેન ડ્રાઈવ રજૂ કરવામાં આવી હતી. આ પેન ડ્રાઈવમાં આરોપી ફેનીલ ગોયાણી અને ગ્રીષ્માએ એકબીજા સાથે પડાયેલા ફોટા હતા.
આરોપી ફેનીલ ગોયાણી ફર્ધર સ્ટેટમેન્ટ લેવાયું હતું. સતત ચાર કલાકની પૂછપરછ દરમિયાન આરોપી ફેનીલને 908 સવાલ પૂછવામાં આવ્યા હતા. જેના પરથી પોલીસ દ્વારા 355 પાનાનું સ્ટેટમેન્ટ તૈયાર કરાવવામાં આવ્યું હતું.
આરોપી ફેનીલ જાણીએ જવાબમાં પોતાનો ગુનો કબૂલ્યો ન હતો. આ ઉપરાંત આરોપી ફેનીલ જાણીએ જણાવ્યું હતું કે પોતાનો જવાબ દલીલમાં આપશે. આ ઉપરાંત ટ્રાયલ દરમિયાન જે મુદ્દાઓ સામે આવ્યા હતા. આ મુદ્દા પર આરોપી ફેનીલ ગોયાણીને સવાલો કરવામાં આવ્યા હતા.
એટલું જ નહીં પરંતુ કોર્ટમાં સરકારી વકીલો દ્વારા આરોપીને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા. સવાલોના જવાબ આરોપીને નહીં પરંતુ બચાવ પક્ષના વકીલ દ્વારા આપવામાં આવ્યા હતા. આરોપી સામે જે પુરાવા સામે આવ્યા તેને સંલગ્ન સવાલો કર્યા હતા.
આ પુરાવામાં દસ્તાવેજ પુરાવા અને મૌખિક જુબાની નો સમાવેશ થતો હતો. આ સમગ્ર મામલે આરોપી ફેનીલ ગોયાણી નો ખુલાસો માંગવામાં આવ્યો હતો. મોટાભાગના સવાલના જવાબ અંતિમ દલીલમાં આપવામાં આવશે તેમ આરોપી ફેનીલે જણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment