સુરત શહેરમાં બનેલો એક ખૂબ જ સુંદર કિસ્સો સામે આવ્યો છે. સુરતના હીરાના વેપારી મોહનભાઈ સંઘવીની પૌત્રી અને ઘનેશભાઈ અને અનીબહેનની 9 વર્ષની દીકરી દેવાંશી સંઘવીએ દીક્ષા લીધી છે. 14 જાન્યુઆરીના રોજ દેવાંશીના દીક્ષાનો મહોત્સવ શરૂ થયો હતો. ત્યારે આજરોજ સવારે 6:30 વાગ્યાની આસપાસ દીકરીની દીક્ષા શરૂ થઈ ગઈ હતી.
મિત્રો તમને જણાવી દઈએ કે દીકરી દેવાંશીએ 35,000 લોકોની હાજરીમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લીધી છે. ગતરોજ દેવાંશીની વરસીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 20 ઘોડા, 11 ઊંટ અને 4 હાથી હતા. મિત્રો તમને જણાવી દઈએ કે દેવાંશી 5 ભાષામાં જાણકાર છે. તે માનસિક ગણિત, ભરતનાટ્યમ, સંગીત અને સ્કેટિંગમાં નિષ્ણાંત છે.
દેવાંશી પાસે વૈરાગ્ય શતક અને તત્ત્વાર્થ પ્રકરણો જેવા મહાન પુસ્તકો છે. તેને કયુબામા પણ ગોલ્ડ મેડલ મળ્યો હતો. રાજ્યમાં સૌથી જુના હીરા બનાવતી કંપનીઓ માની એક સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહનભાઈ સંઘવી એકના એક દીકરા ધનેશભાઈ સંઘવીની દીકરી દેવાંશી છે.
ધનેશભાઈ સંઘવી હીરાના કંપનીના માલિક છે. દેશ-વિદેશમાં તેમની કંપનીની શાખાઓ છે. વર્ષે તે કરોડો રૂપિયાનું ટનઓવર કરે છે. કરોડો રૂપિયાના માલિક હોવા છતાં પણ ધનેશભાઈનું જીવન ખૂબ જ સાદુ અને સાદગી ભર્યું છે. તેમનો પરિવાર શરૂઆતથી જ ધાર્મિક રહ્યો છે.
માત્ર 9 વર્ષની દીકરી દેવાંશી ખૂબ જ ટેલેન્ટેડ છે. દેવાંશી સંગીતનો અનોખો શોખ ધરાવે છે તેને લગભગ સંગીતના તમામ રાગો વિશે જાણ છે. આ ઉપરાંત તેને યોગા ના અનેક આસનો વિશે પણ જાણ છે. સર્વગુણ સંપન્ન અને જાહોજલાલી છોડાને દેવાંશીએ અભ્યાસ બાદ દીક્ષા લીધી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે દેવાંશીએ બે વર્ષ ઉપવાસ, છ વર્ષ વિહાર અને સાતમાં વર્ષે પૌષધ કર્યા છે. તેને પોતાના જીવનકાળમાં કોઈ દિવસ મોબાઇલ નો ઉપયોગ કર્યો નથી. ઉપરાંત તેને ટીવી અને થિયેટર પણ નિહાળ્યા નથી. તેને અનેક જૈનગ્રંથોનું વાંચન પણ કર્યું છે. ધાર્મિક જ્ઞાન સાથે તે પાંચ ભાષાની જાણકાર પણ છે.
આઠ વર્ષની ઉંમર સુધીમાં દેવાંશીએ 357 દીક્ષાઓ જ હોય છે. મિત્રો દેવાંશી ની વાત કરીએ તો જ્યારે તે માત્ર 4 મહિનાની હતી ત્યારે તેને રાત્રી ભોજન છોડી દીધું હતું. 8 મહિનાની થઈ ત્યારે તેને દરરોજ ત્રિકાલ પૂજા શરૂ કરી. 1 વર્ષની થાય ત્યારે તે નવકાર મંત્રનો જ આપ કરતી હતી. 2 વર્ષ અને એક મહિનાની ઉંમરથી તે ગુરુઓ પાસેથી ધાર્મિક શિક્ષા લેવાનું શરૂ કર્યું હતું. 4 વર્ષ અને ત્રણ મહિનાની ઉંમરે તેને ગૃહો સાથે રહેવાનું શરૂ કર્યું હતું.
નવ વર્ષની દીકરી દેવાંશી કુમારીનો દીક્ષા ઉત્સવ વેસુના બલર ફાર્મમાં આરંભ થયો હતો. મહોત્સવમાં ગઈકાલે અથવા ગેટ ચોપાટી પાસે ભવ્યાતિ ભવ્ય વારસીદાનની યાત્રાનો આરંભ થયો હતો. ઐતિહાસિક વરઘોડાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લગભગ એક કલાકથી પણ વધારે લોકોએ આ વરઘોડો નિહાળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment