સુરતના રાદડિયા પરિવાર દીકરા-દીકરીના લગ્નની કંકોત્રીમાં કંઈક એવું છપાવ્યું કે, આખું ગુજરાત કરી રહ્યું છે પરિવારના વખાણ… જાણો કંકોત્રીની અંદર એવું તો શું છે…

Published on: 11:47 am, Wed, 18 January 23

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. અત્યારે લગ્નમાં અનોખી કંકોત્રી છપાવવાનો એક અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઘણા લોકો પોતાની દીકરી અથવા તો દીકરાના લગ્નની કંકોત્રી ની અંદર પ્રેરણાદાયક મેસેજ લખાવતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર આવી ઘણી બધી કંકોત્રીઓ જોઈ હશે. ત્યારે આજે આપણે સુરત શહેરના રાદડિયા પરિવાર છપાવેલી અનોખી કંકોત્રી વિશે વાત કરવાના છીએ.

હાલમાં આ કંકોત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે. રાદડિયા પરિવાર લગ્નની કંકોત્રી ની અંદર કંઈક એવું લખાણ લખાવ્યું કે, આ આખા ગુજરાતમાં પરિવારની વાહ વાહ થઈ રહી છે. રાદડિયા પરિવારની દીકરી જાનવીના લગ્ન 30 જાન્યુઆરીના રોજ થવાના છે અને જ્યારે દીકરા કાર્તિકના લગ્ન 1 ફેબ્રુઆરીના રોજ થવાના છે.

બંનેની લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કાર્તિક રાદડિયાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યમાં અસંખ્ય સરકારી યોજનાઓ અમલમાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, બાળ વિકાસ અને મહિલાઓ માટે ઘણી બધી અસંખ્ય યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.

પરંતુ રાજ્ય સરકારની આ યોજનાઓ નાના નાના ગામડા અને અશિક્ષિત વર્ગો સુધી કેટલાક કારણોસર પહોંચતી નથી. મારા માતા-પિતા પણ અશિક્ષિત હોવાના કારણે તેમને પણ આ પ્રકારની તકલીફનો સામનો કરવો પડ્યો છે. મારા માતા પિતાને પડતી મુશ્કેલીઓ અને મને શિક્ષણ અને સમાજમાં કાંઈ યોગદાન આપવાની પ્રેરણા આપે છે.

.મિત્રો કાર્તિક રાદડિયાએ વધુમાં જણાવ્યું કે મેં મારી લગ્નની કંકોત્રી મારા મિત્રો, ફેસબૂક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. જેના કારણે અસંખ્ય લોકો સુધી અમારી આ લગ્નની કંકોત્રી પહોંચી શકે. કાર્તિક રાદડિયા નું કહેવું છે કે, જો લગ્નની કંકોત્રી થી 10% લોકોને પણ મદદ મળશે તો હું મારા આ પ્રયત્ન સફળ માનીશ.

લગ્નની કંકોત્રીની વાત કરીએ તો લગ્નની કંકોત્રીની અંદર કાર્તિક રાદડિયાએ અલગ અલગ પેજ પર સરકારી યોજનાઓ વિશે માહિતી આપી છે. જેમકે અમૃતમ યોજના, માં વાત્સલ્ય યોજના, વિદેશ અભ્યાસ લોન માટેની યોજના, વિવિધ ઉચ્ચ અભ્યાસ માટેની યોજના, શૈક્ષણિક અભિયાન યોજના, ભોજન બલી સહાય વિશેની માહિતી કંકોત્રીની અંદર છપાવવામાં આવી છે. આટલું જ નહીં પરંતુ લગ્નની કંકોત્રી ની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ અને શહીદ ભગતસિંહના ફોટા પણ છપાવવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના રાદડિયા પરિવાર દીકરા-દીકરીના લગ્નની કંકોત્રીમાં કંઈક એવું છપાવ્યું કે, આખું ગુજરાત કરી રહ્યું છે પરિવારના વખાણ… જાણો કંકોત્રીની અંદર એવું તો શું છે…"

Leave a comment

Your email address will not be published.


*