ડાયમંડ સિટી ગણાતું એવું સુરત શહેર કે જે ડાયમંડ industrial ક્ષેત્રે પ્રથમ ક્રમાંક ઉપર છે, ત્યારે સુરતની અગ્રણી ડાયમંડ પ્રોસેસિંગ સોલ્યુશન પ્રોવાઇડર કંપની STPL દ્વારા તાજેતરમાં એક અનોખુ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.જેનાથી સમાજ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત આ કંપની કે જેઓ અનોખું પ્રદાન આપી રહી છે.
આ કંપની દ્વારા તાજેતરમાં જ પોતાના કર્મચારીઓને તેમના કામ પ્રત્યે જુસ્સો વધે અને પોતાના જ પાયાના સ્ટાફની જરૂરિયાતો તરફ અત્યંત માનવીય અભિગમ દાખવીને કોર્પોરેટ ક્ષેત્રે એક અનોખી જ પહેલ શરૂ કરી છે. જેમાં તેણે પોતાની કંપનીમાં સેલ્સ ટીમના વર્ષોથી કાર્યરત અને ફરજના ભાગરૂપે સતત મુસાફરીમાં રહેતા એવા વિજય ધામેલીયાની અને તેમ જ પંકજ રીબડીયાની એક TATA ઇવી કાર ભેટમાં આપી છે.
જેઓ સતત આ કંપનીમાં ફરજ બજાવતા આવ્યા છે. આ કંપની પ્રત્યે આ બન્ને કર્મચારીઓ સતત કાર્યરત રહેતા અને તેમની ફરજ બજાવવામાં સરળતા રહેશે એવા હેતુથી કંપનીના CEO રાહુલ ગાયક વાલા એ જણાવ્યું હતું કે STPL માં હંમેશા કર્મચારીઓની નાનામાં નાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે.
અને તેમની જરૂરિયાતો પણ પૂર્ણ કરીએ છીએ. ત્યારે આ બે કર્મચારીઓને TATA ઇવી કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ બન્ને કર્મચારીઓ પહેલાથી સુરક્ષિત રહે તેવા હેતુથી ઈલેક્ટ્રીક કારની પસંદગી કરીને કર્મચારીને આપી છે.
અને કંપનીમાં ફરજનું પાલન કરી સાથે સાથે તેમની કાર્યક્ષમતા પણ વધારો કરવા પ્રેર્યા છે. આ બન્ને કર્મચારીઓને આ કાર આપવામાં આપી તેથી બંનેને ખુશીનો પાર રહ્યો નથી.તેમની ઈમાનદારી અને કંપની પ્રત્યેની ફરજ પૂરી કરતા બન્ને કર્મચારીઓ ને કાર આપી હતી. આપણે સૌ જાણીએ છીએ કે દરેક કંપની અનેક કાર્યક્રમ કરતી હોય છે.
અને જે પણ કર્મચારીએ સારું પ્રદર્શન અને ઇમાનદારી પૂર્વક કામ કર્યું હોય છે તેઓને પ્રોત્સાહિત પણ કરતા હોય છે. એવામાં જ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાર્ટી આ કંપની કે જેમાં તેમણે કર્મચારીઓના માલિકે બે કાર આપીને કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું છે અને સન્માન પણ કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment