મણિપુરમાં ભાજપના 12 ધારાસભ્યો પર અયોગ્યતાની તલવાર લટકી રહી છે. રાજ્યપાલ દ્વારા આ મામલે કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો જેના કારણે સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી છે.
ગુરુવારે સોલિસિટર જનરલ તુષાર મેતા આ મામલે ચૂંટણી પંચ દ્વારા જે પણ સૂચન કરવામાં આવશે તેને લઈને રાજ્યપાલ દ્વારા જલ્દીથી નિર્ણય લેવામાં આવશે.
આ મામલે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે જાન્યુઆરીમાં સૂચના આપ્યા હતા. અનુચ્છેદ 192 અનુસાર રાજ્યપાલે નિર્ણય સ્વીકારવો પડશે.પરંતુ 11 મહિનામાં હજુ કોઈ પહલા લેવામાં નથી
આવ્યા આ મામલે તુષાર મહેતાએ આશ્વાસન આપતા કહ્યું કે તેઓ આ મામલે જલદી કોઈ નિર્ણય લેવાના છે.અગાઉ પણ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 12 ધારાસભ્યોને યોગ્ય સાબિત કરવા ને લઈને રાજ્યપાલ ચૂંટણીપંચને સૂચનથી રાહ ન જોઈ શકે.
વીપક્ષના ધારાસભ્યો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં 12 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની તેમની માંગ કરી છે. આ મામલે તેમને એવા આક્ષેપો કર્યા છે કે આ ધારાસભ્યો સંસદીય સચિવો નો હોદ્દો ધરાવે છે જે નફાના કાર્યાલયને સમકક્ષ હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment