પાટીલ ભાઉએ ભાજપના આ દિગ્ગજ નેતાને સસ્પેન્ડ કરાતા રાજકારણમાં થઈ મોટી ઉથલપાથલ

Published on: 9:10 am, Fri, 12 November 21

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પક્ષના ત્રણ નેતાને સસ્પેન્ડ કરી દીધા છે. પાટીલે બનાસ બેન્કની ચૂંટણીના મામલે ભાજપના આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાતાં ઉથલપાથલ રાજકારણમાં થઈ છે.

પાટિલે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તેજાભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ ઉપરાંત વડગામ માર્કેટયાર્ડ ચેરમેન કેસર ચૌધરી અને દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

ભાજપનો હોવા છતાં પોતાની ઉમેદવારી ચાલુ રાખતા ત્રણેય નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ભાજપના આગેવાનો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતાં રાજકીય ભૂકંપ મચી ગયો છે.

બનાસકાંઠા જિલ્લાના તેજાભાઈ પટેલ સહિત ત્રણ નેતાને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પક્ષમાંથી બાકાત કરી દીધા છે.આ અંગેની વિગતો અનુસાર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકની સભ્યોની

ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નિશ્ચિત પહેલા મુદ્દે તેજાભાઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ ભારતીય જનતા પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી ચાલુ રાખી હતી. આ ઉપરાંત બેંકની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી તેમને બાકાત કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!