હવે તો મિત્રો લોકો ઉનાળામાં પણ લગ્ન કરી રહ્યા છે અને લોકો પોતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે કંઈક ને કંઈક અલગ કરવાના પ્રયત્નો કરતા હોય છે અને આજે અમે તમને લગભગ બે વર્ષ પહેલાંની કંકોત્રી યાદ કરાવવાના છીએ જેના વિશે જાણીને તમે પણ પ્રેરણા લઈ શકો છો.
આજના સમયમાં આપણે બધા જાણીએ છીએ કે લોકો હજારો રૂપિયા કંકોત્રી પાછળ ખર્ચે છે અને આખરે તે કંકોત્રી તો કચરામાં જ નાખવાની હોય છે પરંતુ એક પાટીદાર પરિવારે પોતાની દીકરીના લગ્નમાં એક એવી અનોખી કંકોત્રી છપાવી જેને તમારે કચરામાં નહીં
પરંતુ આ કંકોત્રી તમારા અલગ જ કામમાં આવશે.ઉપલેટા શહેરમાં રહેતા સોના ચાંદીનો ધંધો કરતા સુનિલભાઈ ધોળકિયાએ દીકરીના લગ્નમાં ગાયના છાણમાંથી બનતી કાગળની કંકોત્રી બનાવી હતી જે પર્યાવરણ પ્રેમી
અને છેલ્લા 20 વર્ષથી ગૌ સેવા સાથે જોડાયેલા છે જેના કારણે તેઓએ એક અલગ જ કંકોત્રી બનાવડાવી છે.સુનિલભાઈ છેલ્લા 50 વર્ષથી ગાય પાલન કરે છે અને તેમના પાસેથી જાણવા મળ્યું કે તેમની આ કંકોત્રીના ઉપયોગ બાદ તેને તમે જમીનમાં દાટી દેશો તો ઓટોમેટીક છોડ ઉગશે અને આ કારણે પર્યાવરણ સારું રહેશે વૃક્ષો વધારે વૃક્ષ છે અને કોઈ વસ્તુ પણ વેસ્ટ પણ નહીં જાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment